આત્મિક સત્ય સ્વરૂપ થઈ જીવવાની, મરવાની કળા એટલે સંન્યાસ
માનવ જીવનમા આત્મિક સત્ય સ્વરૂપ થઈને પદાર્થની પકડથી મુક્ત ચિત્ત કરીને, આંતર આધ્યાત્મિક સાધના કરી, પોતાના ચિત્તને પરમ મૌન, શૂન્ય અને પરમ વિશ્રામમાં સ્થિર કરીને તૃષ્ણા રહિત જીવન જીવ્યે જવું અને પરમ આનંદ અને પરમ શાંતિ સાથે મૃત્યુને ભેટવું તેનું નામ સન્યાસ છે,
સંન્યાસનો અર્થ ધરબાર છોડી બહાર સવાયો સંસાર ઊભો કરી પદાર્થના પકડ ધારી બની, લોકોને ભય ભ્રમ અને ભ્રમ જાળમાં સ્થિર કરી તેની પાસેથી પદાર્થ પડાવવો તે સંન્યાસ નથી ,તેતો સવાયો સંસારી છે, જ્યાં સુધી ચિત્તમાં ધરબાર મે છોડ્યા છે, તેવો ભાવ અને પરમતત્વને પામવું છે, તેવી કોઈપણ તૃષ્ણા ચિત્તમાં હયાત છે ,અને પદાર્થની પકડ અહંકાર, કર્તૃત્વ આસકતી તૃષ્ણા વાસના ચિત્તમાં હાજર છે, ત્યાં સુધી સંન્યાસ નથી, પણ પાકો બનાવટી સાધુ જ છે,
ખરેખર સંન્યાસ નો અર્થ છે, સમ્યક ન્યાસ એટલે જેમને પોતાને જ પોતાના જ આત્મિક સત્યમાં સ્થિર થઈને જીવન જીવવાની સમ્યક કળા આવડી ગઈ અને જીવવાની કળામાં મરવાની કળાનો સમાવેશ થઈ જ જાય છે,
,આમ જેમને સમ્યક દર્શન ,સમ્યક જ્ઞાન , સમ્યક ચરિત્ર, સમ્યક સંકલ્પ, સમ્યક સત્ય, સમ્યક ચિત્તના વિશ્રામ અને સમ્યક પદાર્થની પકડની મુક્તિની આમ સપ્ત ઋષિ તત્વની આંતર સાધના કરી જીવન જીવતા આવડી ગયું તેજ સાચો સંન્યાસી છે,,,એટલે જ આવા આત્મિક સત્ય સ્વરૂપ જીવનની સમ્યક કળા માટે મુનિ બનવું પડે અને મરવાની કલા માટે સત્ય સ્વરૂપ ભિક્ષુ બનવું પડે ,
,જ્યારે બીજાને મારવાની કળા માટે , પદાર્થના પકડધારી બની અસત્ય આચરણ માટે સાધુ બનવું પડે જેથી મરણ સુધરે જ નહિ, અને પોતાના ભાગમાં આવે વાસના ગ્રસ્ત મૃત્યુ જે જન્મ અને મૃત્યુના ફેરામા ફેરવ્યા જ કરે, આમ મૃત્યુ નહિ સુધારવાનો આસક્તિ યુક્ત કોન્ટ્રાક્ટર એટલે આજનો સાધુ ,
આમ મુનિ અને ભિક્ષુ બંને સત્ય સ્વરૂપ સંન્યાસ આત્મ સાત કરી લે છે ,
જ્યારે સાધુ આત્મિક સત્ય સ્વરૂપ વ્યવહાર અને આચરણથી અલગ જ રહે છે, તે કદી પણ આત્મિક સત્ય સ્વરૂપ વ્યવહાર કે આચરણમાં આસકત હોતો જ નથી,તેનું નામ સાધુ ,, , ,
સંન્યાસ શબ્દ મુનિ અને ભિક્ષુ બંને શબ્દો કરતાં બહોળો અર્થ છે , મુનિ જીવવાની સત્ય સ્વરૂપ કળા છે, જ્યારે ભિક્ષુ એ સત્ય સ્વરૂપ મરવાની કળાઆત્મ સાત કરેલ છે, બુધ્ધ ભગવાને ભિક્ષુઓ માટે પીળા વસ્ત્રોની પાસદગી કરી હતી આમ પીળો રંગ મૃત્યુનો રંગ છે ,
આપણે જોઈ શકી છીએ કે વૃક્ષોના પાંદડા મરવાની સ્થિતિમાં આવે છે, ત્યારે તે બધાજ પીળા પડી જાય છે, અને ખરી પડે છે , માણસ જ્યારે મરવાની અણી પર પથારીએ પડે છે ત્યારે તેનો ચહેરો પણ પીળો જ થઈ જતો હોય છે, આમ પીળો રંગ સત્ય સ્વરૂપ મૃત્યુનું પ્રતિક છે, એટલા માટે જ બુધ્ધ ભગવાને પીળા રંગની પસંદગી કરેલ છે,
આમ ભિક્ષુના જીવનની આત્મિક સત્ય સ્વરૂપ કળા જ આ વાત ઉપર નિર્ભર છે, કે હું કેવી રીતે મરુ ભિક્ષુ અભયમાં સ્થિર હોય છે, તેને મૃત્યુનો ભય હોય શકે જ નહીં, તેમજ તમામ પ્રકારની આસકતીથી મુક્ત હોય છે, તેથી જ તેનું મૃત્યુ મંગલ હોચ છે,જેથી ફરીથી જન્મ લેવો પડે નહીં,,
આત્મિક સત્યમાં સ્થિર થયેલો અને પોતાના ચિત્તને કાયમી વિશ્રામ આપી રહેલાં સંન્યાસી , મુનિ અને ભિક્ષુઓ એ પોતાની ઇંદ્રિઓ , મન , બુધ્ધી કામ ક્રોધ કામના વાસનાં વગેરેને સત્યની સાધના કરી જીત્યા તેને સર્વને જીતી લીધા પછીતે ક્યાંય પણ બંધાતો નથી, કારણ કે તેમણે પોતાના ચિત્તને કાયમી વિશ્રામમાં સ્થિર કરી દીધું હોય છે,
તેઓએ પાંચ મહા ભૂતોનાં આવિર્ભાવ પામેલા તમામ તત્વોને અને સપ્ત ધાતુના બનેલા પાર્થિવ દેહને સત્યની પ્રાપ્તિના અભ્યાસના ક્રમાનુસાર ધીમે ધીમે તેઓએ સત્યની અગ્નિમાં પ્રજાળી દીધા હોય છે ,આવો મહા બળવાન દેહ પણ સત્યને માટે દુર્લભ હોય છે, તેથી તે ક્યાંય તેનો આત્મા છેદાતો નથી બંધાતો નથી અને અનેક પ્રકારની આત્મિક શક્તિઓની પ્રાપ્તિ ધરાવે છે, તથા પોતાની પ્રકૃતિથી પર છે, ત્રિગુણાત્મક સ્થિતમાં , વિતરાગતામાં ,નિર્ગ્રંથતા અને પ્રજ્ઞામાં સ્થિર હોય છે ,
જેવુ આકાશ નિર્મળ છે તેવું જ સત્ય સ્વરૂપ સંન્યાસીનું , મુનિનું અને ભિક્ષુનું શરીર, મન અને બુધ્ધિ નિર્મળ હોય છે, એતો આકાશ કરતાં પણ વધુ નિર્મળ હોય છે, અને સૂક્ષ્મથી વધારે સૂક્ષ્મ સ્થૂળથી વધારે સ્થૂળ અને જડથી વધુ જડ હોય છે ને બની રહે છે
આવા આત્મિક સત્ય સ્વરૂપ સંન્યાસી ,મુનિ અને ભિક્ષુ તો પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર સ્વતંત્ર અજર અમર મરજી પડે ત્યાં સહજ લીલાથી ખેલે છે,આ અવસ્થામાં જે સ્થિર છે, તેજ સત્ય સ્વરૂપ સંન્યાસી ,મુનિ અને ભિક્ષુ છે , જે જવી જાણે છે, અને મરણને આનંદ સાથે પામે છે.
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”
- Published in Blogs
જીવનને અંદર ઉતરી જાણો, ને સત્ય સ્વરૂપ થઈ અનુસરો એજ ધર્મ
પરમ તત્ત્વ પરમાત્મા એ કાઇ બહાર નથી, બાહ્ય ચારોમાં નથી, જ્ઞાન એ કાઇ શાસ્ત્રોમાં નથી, જ્ઞાન એ કાઇ ભૂતકાળ કે ભવિષ્ય કાળે ધટનારી કોઈ ધટના પણ નથી ,તેતો વર્તમાનમાં આપણી પરમ ચેતના હર પળે હર ક્ષણે વ્યાપક રીતે હાજર જ છે,.તેને જ અનુભવો,અને અનુસરો સત્યતા પૂર્વક,
સત્યની પરમ ચેતનાની સત્તા આપણી ભીતરમાં કામ કરી જ રહી છે, તેને ,એક વખત આધ્યાત્મિક આંતર સાધના દ્વારા સમગ્ર અસ્તિત્વ સાથે અંતરની સત્ય સ્વરૂપ અંતરની સુરતા સાથે જો જોડાય જાવ, જો જોડાય જવાય એટલે પછી તે બધુ જ સંભાળી જ લેશે,
માત્ર તમારે તમો તમારો અહકાર રાગ દ્વેષ અને ઇચ્છાથી મુક્ત થાવ, અને પરમ મૌન થાવ એટલે જ પરમ તત્ત્વ પરમ મિત્ર બની જ રહે છે,, આ મિત્રએ તમારું પોતાનું જ સત્ય છે, કદી પણ તમારું અહિત કરશે જ નહીં, અને સત્યના માર્ગે જ ચલાવશે,અને ઊર્ધ્વ કરણ કરશે અને એજ સત્ય સ્વરૂપ તમારો ગુરુ છે, જગતમાં આજ સત્ય સ્વરૂપ ગુરુ છે,
આ માટે જીવનમા જરૂર છે અંતરની ભીતરમાં ઉતરી કામના, વાસના, અહંકાર અને ઈચ્છા જ નિર્મૂલન કરવાની છે, જ્યારે આ નિર્મૂલન થાય છે, ત્યારે તમો પોતે જ પરમ શાંત થઇ જાવ છો ,ત્યારે જ તમોને અંતરમાંથી નવા નવા દર્શન અને નવું નવું જ્ઞાન , આત્મામાંથી સતત આવ્યા જ કરે છે.,જ્ઞાનનો જરો ફૂટે છે, જ્ઞાનના ફુવારાની પ્રતીતિ થાય છે,, તેજ જ્ઞાન છે,
આ વખતે અનેક પ્રકારની અંતરમાંથી સ્ફુરણા થાય છે, ત્યારે શાસ્ત્રો નકામા બની જાય છે, કથા વાર્તા સતસંગ બધુજ નકામા સાબિત થાય છે, અને આત્મામાંથી ખરું જ્ઞાન ઉપલબ્ધ થાય છે, આ જ્ઞાન એટલે આપણી પૂર્ણતા સંશયથી મુક્તિ , અભયમા , વિશાળતામાં ,અને સમાનાં ભાવમાં સ્થિરતા એનું નાંમ જ્ઞાન છે, એજ સત્ય ધર્મ ,
તમને ખબર નથી, તારા પોતાના હ્રદયમાં કોણ બેઠું છે, તેજ સત્ય છે, જેને તું શોધી રહ્યા છો જે બહાર ક્યાંય નથી, તમારા જ હ્રદયમાં સત્ય બેઠું છે,, સત્ય શોધવા વાળો અને સત્ય બંને અલગ નથી, તમો પોતે જ અમૃતનો બાળક છો, તમારા જ હ્રદયમાં પરમાત્મા બેઠા જ છે, બહાર ક્યાંય નથી કે તને મળી જાય તેતો ભટકાવ છે,
તમો માત્ર બહાર ભટકવાનું બંધ કરો, અંદર ઊતરો અને તુ જ તમારો સત્ય જ દિપક બનશે અને દિપકને પણ તમારે પેટાવવા કે કોઈ પેટાવી દે તેવી આશા જ પણ રાખશો નહીં , દેહ જ આત્માનું મંદિર છે, તેને જ હ્રદયથી સન્માન આપો, તેનો જ અંતરથી , હ્રદયથી સત્કાર કરો, કારણ કે દેહના મંદિરમા જ પરમાત્મા બિરા જમાંન છે,, એજ સત્ય સ્વરૂપ એજ ધર્મ છે અને ,સાચું મંદિર છે,
આપણુ મન સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે, તે સંકલ્પ વિકલ્પ કર્યા વિના રહી જ શકતું નથી ,એક સંકલ્પ હજી પૂરો થયો ન હોય ત્યાં બીજો કરે છે, આમ સંકલ્પ વિકલ્પની હારમાળા ચાલુ જ રહે છે, જરા તેની નોંધ કરશો તો તમો પોતે જ ચકિત અને દંગ થઈ જશો, કે હું સાવ જ આવો છું,
આમ આપણુ મન સંકલ્પમાં વિકલ્પમા જ જીવે છે, એટલે જ આધ્યાત્મની આંતર સાધના કરી પરમ મૌન થવું અને અને મનથી મુક્ત થવા પર ભાર મૂકવામાં આવેલ છે, છે, મનથી મુક્ત એટલે જ જ્ઞાનનો આવિર્ભાવ છે,, જ્યાં સુધી મન છે, ત્યાં સુધી જ્ઞાન નથી, પણ ભટકાવ છે, ,
જીવનમાં સૌથી મોટી અને અગત્યની વાત પહેલું ડગલું આત્મિક સત્ય સ્વરૂપ થઈને ઉપાડવાનું છે, જો તે ઠીક રીતે પહેલું પગલું આત્મિક સત્યનું ઉપડ્યું તો પછી મંજિલ દૂર રહેવા પામતી જ નથી, સત્ય જ સત્ય પાસે લઈ જાય છે, અને પછી અટકે છે,જે આપણી આખરી મંજિલ હોય છે, , ,
માનવ જીવનમાં કોઈને પણ અસત્ય દ્વારા જગતમાં કોઈને સત્ય મળ્યા નો દાખલો નથી, કે બીજાના સત્ય દ્વારા મળ્યાનો પણ જગતમાં દાખલો નથી, જેમને જગતમાં સત્ય મળ્યું છે, અનુભૂતિ કરેલ છે, અનુભવ કરેલ છે, તેને પોતાના આત્મિક સત્ય દ્વારા જ મળેલ છે,, એટલું જાણો,
આ જગતમાં બાહ્યા ચાસરો એ કોઈ તમારા પોતાના સત્યને પ્રાપ્ત કરવાનો માર્ગ નથી, એટલે તમારા પોતાના આત્મિક સત્યમાં સ્થિર થાવ એજ ધર્મનું આચરણ છે અને એજ પૂર્ણતાએ લઈ જ જશે, , ,
ગીતા સ્પષ્ટ કહે છે કે દરેકે પોતાના જ સ્વધર્મમાં સ્થિર થવું જરૂરી છે, સ્વધર્મનો અર્થ જન્મથી મળેલો, સ્વીકારેલો હિન્દુ, મુસલમાન ઈસાઈ ધર્મ એવો થતો જ નથી, સ્વધર્મની જે વાત ક્રષ્ણ ભગવાનની છે,, એ તમારા પોતાના સ્વ ને એટલે કે તમારા મૂળ સ્વભાવને તમાંરા આત્મિક સત્યને જાણો , સ્વભાવ અનુસાર જીવો અને સ્વભાવમાં જીવી મૃત્યુ ભેટો એજ શ્રેયસ્કર છે, એમ સ્પષ્ટ કહેવું છે,
આજના કહેવાતા બાહ્ય ધર્મ અથવા બાહ્યાચારો એતો ખતરનાક છે, તે તો ભય ભ્રમ અને ભ્રમજાળમા જ સ્થિર કરે છે ,તેના દ્વારા કોઈ સ્વમા કદી સ્થિર થતાં જ નથી, તેતો બહાર દોડાવી દોડાવી થકવી નાખે છે, ને અંતે મૃત્યુ ભેટે છે ત્યારે મન અને ચિત્ત વાસનાઓથી ભરેલા હોય છે,
આમ માણસના મનમાંથી વાસનાઓ તિરોહિત થયેલ હોતી નથી, જેથી બીજો જન્મ આવી પડે છે, કોઈપણ પ્રકારની વાસના ચિત્તમાં રહી ગઈ તેનું ફળ હજી મળેલ નથી, ફળ મળવું બાકી છે, ત્યાં સુધી વાસના વિલીન થતી જ નથી, જીવિત જ રહે છે , આ વાસનાને પૂર્ણ કરવા ફળની પ્રાપ્તિ માટે જ બીજો જન્મ આવી જ પડે છે,
જ્યારે આપણી વાસના તિરોહિત થતી જ નથી, જેથી જન્મ મરણનું ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે,, જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે, તેમણે મૃત્યુથી પાર થવાનું નથી, પણ જન્મથી પાર થવાનું છે આમ જન્મથી પાર થવા માટે વાસના અહંકાર ઈચ્છા રહીત થવું જ જોઈએ,
આ વાસના ઈચ્છા અપેક્ષા તૃષ્ણા વગેરેથી ટોટલી મુક્ત થવું જ પડે તો જ જન્મથી મુક્તિ મળે છે, આમાટે જ બહાર પ્રામાણિક આત્મિક સત્યના આધારે મહેનતનુ કાર્ય અને અંદર ચિત્તને નિર્મળ રાખવાની સાદી ને સરળ આધ્યાત્મિક સાધના કરવી જોઈએ, આ સરળ માર્ગ છોડી વાંકો માર્ગ ન જ લ્યો, આ વાંકો માર્ગ એટલે જ બાહ્યા ચારો કર્મ કાંડ અને કર્મ ક્રિયાઓ વગેરે
આપણાં પોતાના મનને જાણો એટલે જ પોતાનું સાચું સ્વરૂપ સમજાશે , સ્વને ઓળખવો , સ્વધર્મને ઓળખવો અને અનુભવવો આવા ને મૃત્યુ મળે તો તે અમૃત જેવુ હશે,
જોકે સુર્ય કદાચ દક્ષિણમાં ઊગવા માંડે તે શક્ય છે, પણ બાહ્ય ચારો દ્વારા અમૃત મળી જાય તેતો ,શક્ય જ નથી,
આજે તો આવા અજ્ઞાનીઓ વેશ બદલી લોકોના ગુરુ બની ને પાછા ધેર ધેર મંત્ર દીક્ષા આપતા ફરે છે ,માયાને વશ બની પદાર્થના પકડ ધારી બની ફુલાવા અને પોતાના અહંકારને મજબૂત કરવા સિવાય આમાં બીજું શું છે ?
આવા તમામ પ્રકારના ગુરુઓ સહિત શિષ્યોને મુડે છે અને અંતકાળે તેમણે ભાગે પસ્તાવાનું આવે છે, મારા ભાઈ બહેનો જાગો અને સ્વને જાણીને સ્વમાં સ્થિર થાવ એજ પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ કરવાનો માર્ગ છે અને મુક્તિનો સત્ય માર્ગ છે.
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”
- Published in Blogs
ભય, ભ્રમ, ને ભ્રમજાળથી મુક્ત બનો
જીવનમા ભય ભ્રમ અને ભ્રમજાળ એ મનનું એવું એક વલણ છે, જે જીવનના સરળ સીધા સત્ય સ્વરૂપ વહેતા પ્રવાહને ઉધો વેગ આપે છે, અને ,વળાંક આપે છે, અને ચિત્તને વિકૃત પણ બનાવે છે , આમ મન સદાય ચંચળતાના નિરંતર ઓખરે ચડતા જ જીવનમાં બદબુ જ ઊભું કરતું જ રહે છે, અને તેથી જ નિર્ભયતા અભય, સત્યતા, નિશ્ચયાત્મકતા ,સમતા અને સ્થિત પ્રજ્ઞા જીવનમાં પાંગરી શક્યતા જ નથી ,પણ જો આધ્યાત્મિક આંતર સાધના કરવામાં આવે તો તેને સુદ્રઢ આધારની ભૂમિકામાં લઈ જાય છે, અને પછી જીવનમાં નિર્ભયતા, અભય અને ચિત્તનો પરમ વિશ્રામનો અનુભવ અને અનુભૂતિ કરાવે છે,
આ છે આધ્યાત્મિક સાધનાની સિધ્ધી, આવી સિધ્ધી બાહ્ય ચારોથી કદી પણ કોઈને પ્રાપ્ત થતી જ નથી, એટલે જ બાહ્યા ચારો એ કોઈ સાધના નથી ,પણ ભય ભ્રમ અને ભ્રમજાળ ઊભું કરવાનું મહા કારખાનું જ છે, આ કારખાનનો માલ છે, અહંકાર, વાસના અને દંભનું જંગલ
જો મનની ધુમરીઓ મટી જાય,ને ઓખારે ચડતું મન બંધ થાય તોજ ચિત્ત પરમ વિશ્રામમાં સ્થિર થઈ જાય છે ,ત્યારે જ મનની પાછળ જે અનંત શક્તિ રહેલી છે ,તે શક્તિઓ પ્રગટ થવા માંડે છે, ત્યારે મનની તમામ દીવાલો મિટાવી ને આ અનંત અને અદભુત શક્તિ સાથે સત્ય સાથે મિલન યોજવું તેનું નામ જ આધ્યાત્મિક આંતર સાધના છે.
માણસનું મન એ માણસે પોતાએ જ રચેલી રક્ષણની ઢાલ છે, ને આક્રમણની તલવાર છે, તેની પાછળ મૂળમાં આજના ધર્મે ઊભો કરેલો ભય, ભ્રમ ભ્રમજાળ , અહંકાર, તૃષ્ણા કામના વાસનાઓની લંગાર રહેલા છે, તેથી બાહ્યા ચારોના ધર્મ દ્વારા માણસ અંદરથી સ્વાધીન અને સંતૃપ્ત કદી પણ થતો જ નથી ,અને જ્યાં સુધી પૂર્ણ રૂપે સંતૃપ્ત નથી થતો, ત્યાં સુધી તે સદા આમ તેમ ધૂમર્યા જ માર્યા કરે છે, અને તેની જ ખેચતાંણમાં ભય ગ્રસ્ત બની જીવ્યા કરે છે,
ધર્મ તેને આંબા આંબલીઓ બતાવ્યાજ કરે છે અને તેની વાસનાં ને ઉશ્કેરે છે, અને વાસના તૃષ્ણા અને ઈચ્છા ત્યાં ચિત્તનો પરમ વિશ્રામ અશક્ય બને છે, અને ત્યાંતો હાજર હોય છે, ભય, ભ્રમ ભ્રમજાળ જેથી તનાવ, દુખ અને ચિંતા, આવ્યો હતો પરમ શાંતિ અને પરમ આનંદ પ્રાપ્ત કરી અમૃત મય જીવવા પણ અજ્ઞાનીઓનો પજો ફરી વળતાં હાથમાં રહ્યું છે, મનની વિહ્વળતા અને અશાંતિ
માણસ જ્યાં સુધી પોતાના ચિત્તને પૂર્ણ રૂપે પરમ વિશ્રામમાં સ્થિર ન કરે ત્યાં સુધી અંદરથી સ્વાધીન અને સંતુષ્ટ હોતો જ નથી, ત્યાં સુધી ખેચતાણં માજ જીવ્યા કરે છે,,
પોતાની જ ઇંદ્રિઓ આમ તેમ તેને ખેચે છે, આમ માણસ મનથી માંદો જ હોય છે, અને માંદા માણસની જેમ તે પોતાને જ નુકસાન કરે છે, આવો માણસ પોતાના જીવનમાં એવી વાસના કામના ઈચ્છા કરતો હોય છે, જે તેની ચંચલતામાં વૃધ્ધિ કરે છે,
આવી બધી જ ચંચળતાની વૃતિઓને કાબુમાં લેવાનું આધ્યાત્મિક સાધના શીખવે છે, અને શરીરની સાથે જોડાઈ ગયેલા મનને વિખુટુ પાડવાનો સત્ય સ્વરૂપ માર્ગ બતાવે છે, અને આધ્યાત્મિક આંતર સાધના જ હજારો પ્રકારની ઇચ્છાઓથી ધેરાયેલા મનને ઈચ્છા મુક્તિના અને પદાર્થની પકડ મુક્તિના શિખર ભણી લઈ જાય છે, અને ત્યાં સ્થિર કરે છે.
જ્યાં ચિત્ત પરમ વિશ્રામમાં સ્થિર હોય છે, કોઈપણ જાતનું કંપન હોતું નથી, અને અચલતા હોય છે, આવી શુધ્ધ અચલતામાં જ સ્વાધીનતાનો સ્વતંત્રતાનો અનુભવ અને અનુભૂતિ થતી હોય છે. માણસના મનનો સ્વભાવ હોય છે કે જેની તે ઈચ્છા કરે છે, તેના પર તેની સુંદરતાનો રંગ ચડાવે જ જાય છે,,અને જેનાથી ભાગી છૂટવા માણસ માગેતો તેને ખરાબ ચીતરી કાઢે છે, આમ માણસ જરાક રાગ દ્વેષ અને અહકારથી મુક્ત થઈ સ્વસ્થતા સાથે વિચારેતો મનના ખેલ માણસ પારખી કાઢે છે, આ પારખવાની શક્તિ જ આધ્યાત્મિક સાધના દ્વારા ઉપલબ્ધ થાય છે, કરવાની હોય છે,
આજ આખી સાધનાનો હેતુ છે, સત્ય સ્વરૂપ વિવેકમાં સ્થિર થવું છે, જો સાધના દ્વારા આવો સત્ય સ્વરૂપ વિવેક પ્રાપ્ત થાય તો પછી મને ઈચ્છેલી બહારની વસ્તુ પર તે આધાર રાખતો માણસ અટકી જાય છે, અને પછી આવું સ્વચ્છ આત્મ દર્શન મળે તો તેના સધળા કર્મનો આધાર ઈચ્છા -અનિચ્છા ક્રિયા -પ્રતિક્રિયા કર્તૃત્વ -અકર્તૃત્વ નહીં પણ સહજ સત્ય યુક્તતા યુક્ત બની જ જાય છે,,આમ જે પોતે આતરસાધના કરી મનને મારી શકે , પરમ મૌનમાં સ્થિર થઈ શકે ,શૂન્યતામાં સ્થિર થઈ શકે ઇંદ્રિઓની પારની અવસ્થામાં સ્થિર થઈને સાક્ષી ભાવમાં સ્થિર થાય તેજ જિંદગીનો જંગ જીતી શકે છે,
આધ્યાત્મિક આંતર સાધનામાં નિશ્ચિંતતા, સાતત્ય, સત્યતા, શ્રધ્ધા અને દ્રઢતા આપંચ રત્નનો સ્વીકારતો કરવો જ પડે છે, અને કોઈપણ પરિસ્થિતિમાં ચિત્તની સ્વસ્થતા, ,શુધ્ધતા અને પરમ વિશ્રામની અવસ્થા પ્રાપ્ત કરી ભ્રાંત અને શ્રાંત દર્શનમાંથી મુક્ત થતાં જ ક્રાંત અને શાંત દર્શનના શિખરે ચડવું જ જોઈએ, આ શીખરે પહોંચવાનું પહેલું પગથિયું , અહકારથી મુક્ત થઈ આત્મિક સત્યમાં સ્થિર થવું બીજું પગથિયું આત્મ વિશ્વાસ અને ત્રીજું પગથિયું આત્મા અને પરમાત્મામાં પૂરો ભરોસો હોવો જોઈએ આમ આધ્યાત્મિક સાધના દ્વારા આ ત્રણ પગલાં ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરી ભરવાના છે, આ ત્રણ સીડી પાર કરવી તેજ જીવનની સિધ્ધિ બની રહે છે, આજ અભય ની અવસ્થા પછી મૃત્યુનો પણ ભય રહેવા પામતો નથી એજ સિધ્ધી છે
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”
- Published in Blogs
ચિત્તનો પરમ વિશ્રામ, પ્રભુની ઉપલબ્ધિ
પરમાત્માની પ્રાપ્તિ માટે મથવાનું નથી, તેતો મળેલા જ છે , તે કદી ખોયા જ નથી કે શોધવા માટે પ્રયત્ન કરવા પડે, પરમતત્વ પરમાત્મા આપણો મૂળભૂત સ્વભાવ છે, તેતો સદાય મળેલા જ છે, તે આપણુ સ્વ સ્વરૂપ જ છે, સ્વધર્મ છે,
માત્રને માત્ર તમારે તમારા ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરવાનું છે, એટલે કે તમારે માત્ર કર્તૃત્વ ભાવ અને અહંકાર છોડવાના છે,,ભોગ અને ત્યાગ બંનેથી મુક્ત થઈને સ્વમાં જ સ્થિર થવાનું છે, આ સ્વ એજ પરમતત્વ છે, પરમાત્મા જ છે, ,આમ તમારા પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરવાનું છે,આ જો આ જીવનમાં કરી શક્યા એટલે તમો પરમાત્મા સ્વરૂપ જ છો, ક્યાંય પણ ભટકવાનું નથી,
તમો ભટકવા દોડ્યા એટલે કર્તૃત્વ અને અહંકારની પૂર્તિનો ભાવમાં સ્થિર છો, આની પૂરતી કરવાનો પ્રયત્ન એટલે જ જીવનની દોડ,.એટલે જ કહેવાયું છે, કે કર્મથી કદી પણ પરમાત્મા મળે જ નહીં, કર્મ એજ બંધન છે, અને તમો કર્મ માટે જ દોડો છો, તો ક્યાંથી ઉપલબ્ધ થાય,
એટલે કર્મ દ્વારા કદી પણ પરમાત્મા મળનાર નથી, કર્મ એટલે જ બહિરમૂર્ખતા છે , બહિરમૂર્ખતા એટલે જ દોડ અને દોડ એટલે પરમાત્મા દૂર, એટલે શોધવા માટે દોડ્યા કે ભટક્યા, ભટક્યા એટલે ભય, ભ્રમ અને ભ્રમજાળની સ્થિતિ એટલે પછી પરમાત્મા દૂર આકાશમાં છે, એવી ભ્રાંતિ,થાય છે,
આ બધાથી મુક્ત ચિત્ત કરીને માત્રને માત્ર તમારે તમારા પોતાનામાં જ સ્વમાં સ્થિર થવાનું છે,અને ચિત્તને પરમ વિશ્રામ આપવાનો છે, એનો અર્થ છે નિર્વિચારતા , પરમ મૌન અને શૂન્યની અને સાક્ષી ભાવની સ્થિતિનું નિર્માણ એટલે જ પરમાત્મ સ્વરૂપતા ,આ છે, આપણાં જીવનની પહેલી, જેમને પણ પરમાત્માની અનુભૂતિ અંતરમાંથી થઈ છે, અનુભવ થયો છે, તેમણે પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં જ સ્થિર કરેલ છે અને આજ કહ્યું છે, ,
બુધ્ધ ભગવાને ભોગનો ત્યાગ કરીને બાર વરસ સુધી અનેક ગુરુઓ પાસે દોડ્યા કર્યું ગુરુએ જે કહ્યું તે બધુ જ કર્યું કાઇ ઉપલબ્ધ થયું જ નહીં, ગુરુ પાસે કાઇ જ હોતું જ નથી, માત્ર ગબારા જ હોય છે, એટલે કાઇ મળે નહીં, અને જે કાઇ ગુરુ પાસેથી મળે છે તે માત્ર ભટકાવ અને ભય મળે છે, ,એટલે તેની પાસે દોડવું તેતો માણસની ધેલછા છે,
જે કાઇ પણ છે તે પોતાનામાં ધરબાયેલું જ છે, તેને ઉજાગર કરવામાં ગુરુ નકામો છે, તેની સ્પષ્ટ પ્રતીતિ બુધ્ધ ભગવાનને થઈ ગુરુની પાછળ ધૂમી ને શરીર સાવ ખલાસ કરી નાખ્યું નદીને પાર કરવાની પણ શક્તિ રહી નહીં, ને નિરાશ થઈ તમામ આશા અપેક્ષા ઈચ્છા વાસના અને તૃષ્ણા છોડી ને એક જાડ નીચે પરમ શાંત થઈને ચિત્તને પરમ વિશ્રામ આપી બેસી ગયા, બધુ જ છોડી દીધું અને પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં લીન કર્યું ને કાઇ પણ મેળવવાની ઇચ્છા જ રહી નહીં ,કે તુર્તજ અંદરથી પ્રાપ્ત થયું ને અનુભૂતિ થઈ અનુભવ થયો પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ થયો ને અંદરથી કઈક ધટ્યુ તેવો અનુભવ થયો તેમણે કહ્યું કે મે કશું પણ મેળવેલ નથી, જે અંદર હતું તેજ મને મળ્યું છે, બહારથી કાઇ જ મળ્યું નથી, અંદરથી જ ઉજાગર થયેલ છે,
આમ બુધ્ધ પુરુષ કહે છે તેને તો ધ્યાને લ્યો અજ્ઞાનીઓની પાછળ દોટ નુકસાન કારક જ સાબિત થાય છે, થઈ રહી છે, કોઈને કાઇ ઉપલબ્ધ થતું જ નથી, સિવાય ભ્રમ ભય ચિંતા તનાવ અને અસ્થિરતા , અને અચલતાની સ્થિતિ દૂર રહી જાય છે., ,
આજ વાત મહાવીર ભગવાનની છે, તેમણે તપ કરીને શરીર સાવ જ ખલાસ કર્યું પોતાની વૃતિઓથી સાવજ મુક્તિ પ્રાપ્ત કરી, વીતરાગતા ધારણ કરી એટલે કે ચિત્તને પરમ વિશ્રામ દીધો કે વીતરાગતા નિર્ગથતાં એજ પોતાના ચિતનો પરમ વિશ્રામ છે,, આ વિશ્રામ થયો કે તુર્તજ તેમને ધટ્યુ છે, અને કહ્યું કે આત્મા એજ પરમાત્મા છે, બીજો કોઈ આ જગતમાં પરમાત્મા છે, જ નહિ ,એટલે જે કાઇ પણ છે, તે આપણા પોતાના સ્વમા જ સંગ્રહાયેલું છે ,તેને શોધો આ શોધવા માટે તમામ બહારની દોડ નકામી છે,
આજ વાત ક્રષ્ણ ભગવાને ગીતામાં કહી છે, તેમણે સ્થિત પ્રજ્ઞ થવા નું કહ્યું તે છે, જીવનમા અચલતા સ્થિરતા એટલે જ ,ચિત્તનો પરમ વિશ્રામ છે , ત્રિગુણી પ્રકૃતિમાં સ્થિરતા એટલે જ ચલતા છે, અને ત્રિગુણાતીત, એટલે જ પૂર્ણ રૂપે અચલતા છે, એજ ચિત્તની પરમ વિશ્રામ અવસ્થા છે, આ સ્થિતિ પ્રાપ્ત કરવા ક્રષ્ણ ભગવાને કહ્યું છે,
જગતમાં કોઈ બુધ્ધ પુરુષે કહ્યું નથી બાહ્ય ક્રિયા કાંડ, કર્મ ક્રિયા કે લાકડા બાળવાથી કે સાંભળવાથી પરમાત્માની અનુભૂતિ કે અનુભુવ થાય છે, આતો અજ્ઞાનીઓની માયા જાળ છે, તેમાંથી મુક્ત થાવ અને તમારા જ પોતાના ચિત્તને પરમ વિશ્રામ અવસ્થામાં સ્થિર કરવા મથો કદાચ પૂર્ણ રૂપે પહોંચી ન શકો તો પણ આ માર્ગ દ્વારા કદી પણ દુર્ગતિ થતી જ નથી સદગતિ જ હાથમાં આવે છે ,જ્યારે બહિરમૂર્ખતામાં તો નિરંતર દુર્ગતિ જ હાથમાં આવે છે, સદગતિ થવાની કોઈ પણ પરિસ્થિતિમાં શક્યતા જ નથી એટલું શુધ્ધ અંતરથી જાણો, ,
આજે અનેક માણસો દોડે છે કથાઓ , સાંભળે છે, અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, કોઈને કાઇ પણ ધટતું નથી, તે આજની વાસ્તવિકતા છે, બધો જ બહારનો ભટકાવ જ સાબિત થાય છે, મૃત્યુ આવી પડે છે ત્યારે થાય છે કયા ગયા હતાતો ક્યાંય નહીં તેવો ધાટ સાબિત થાય છે,અને દુર્ગતિ જ હાથમાં આવે છે , આ પરિસ્થિતિમાંથી મુક્ત તમારા પોતાના જ ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરો એજ સર્વોત્તમ ઉપાય છે, આનાથી તમોને સદગતિ મળશે એમ જગતના બુધ્ધ મહામાનવો કહી ગયા છે, તેને તો જાણો ને ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરો ત્યાંજ સદગતિ છે.
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”
- Published in Blogs











Recent Comments