આત્મિક સત્યનું શુદ્ધ આચરણ એજ ધર્મ
આપણાં ચિત્તના તમામ આવરણો જ્યારે આંતર આધ્યાત્મિક ધ્યાનની સાધના દ્વારા હટી જાય છે, અને જ્યારે ચિત્ત પરમ
પૂર્ણ વિશ્રામમાં સ્થિર થાય ત્યારે જ પરમ ચૈતન્ય આપણાં હ્રદયમાં જળહળી ઉઠે છે, આનું નામ છે બ્રહ્માનુભૂતિ છે, જોકે
તેતો તે સર્વત્ર રમી રહ્યું છે, પણ જ્યારે આપણા પોતાના જ અહંકારનું અલગ અસ્તિત્વ જ મટી જાય છે, કર્તૃત્વ નો જ નાશ
થાય છે,રાગ અને દ્વેષથી મુક્તિ પ્રાપ્ત થાય અને અદ્વેતમાં સ્થિર થવાય ત્યારે જ બ્રહ્મનો પ્રકાશ પ્રગટ થાય છે, ત્યારે તેને
બહારના તમામ પ્રકારના આભાસો જરા પણ આપણાં મનને છેતરી શકતા નથી, અને પછી માયાનું પણ કાઇ જ ચાલતું જ
નથી, ,
માણસનો ભય ,ભ્રમ ભ્રમણા અને ભ્રમજાળનો પ્રદેશ તો માત્ર ભેદ બુધ્ધિ સુધી જ રહે છે,તે પણ સાધના ને કારણે તે પ્રદેશ
રહેવા પામતો નથી, આમ આંતર ધ્યાનની સાધના એટલે મૂલ્યમાં વૃતિ શૂન્યતાની સાધના છે, પણ માણસનું મન એમ
કાઇ સહેલાયથી વૃતિ શૂન્ય થતું જ નથી,
એટલા માટે જ આપણી વૃતિઓ સત્વ રજસ અને તમસને બને એટલી નિર્વિકારી નિર્લેપ વિશાળતામાં અથવા નિર્મૂળ કરી
જીવનમાં રાખવાની રહે છે, એટલે કે ત્રિગુણાતીત બનાવી સ્થિત, પ્રજ્ઞામાં સ્થિર કરવાની જરૂરિયાત હોય છે, તે પણ ધીરે ધીરે
ઉપલબ્ધ થાય છે, . આમ ચિત્તમાં ગમે તેટલા ચકડોળ ચડે પણ એનાથી સાવજ અલિપ્ત રહેવાનું છે, તેની સાથે જોઇન્ટ
થવાનું નથી તેને સાક્ષીભાવે જોતાં જ રહેવાનું છે, અને ગમે તેવા ચકડોળ ચડેતો એનાથી જરા પણ ચલિત કે વિચલિત થવાનું
જ નથી, આવી આપણી વૃતિને જ અહંગ્રહ કે બ્રહ્માંકાર વૃતિ કહેવામાં આવે છે,
જેને સાધનામાં શૂન્ય અવસ્થા ,સ્વભાવમાં સ્થિર થવું છે, પરમ મૌન થવું ,ઇંદ્રિઓની પારની અવસ્થામાં સ્થિર થવું છે અને
સાક્ષીભાવમાં સ્થિર થવું છે, તેજ આંતર ધ્યાનની સાધનાનો અંતિમ છેડો છે, જેનું નામ છે અદ્વેત અવસ્થા, આની પ્રાપ્તિ
ત્યારે જ થાય જ્યારે આપણે આપણાં પોતાના આત્મિક સત્ય અનુસાર આચરણ અને વ્યવહાર કરતાં હોઈએ સત્ય ને મળવા
માટે સત્ય સ્વરૂપ ધ્યાનનો અને આત્મિક સત્યનો માર્ગ જ પસંદ કરવો પડે છે, તે પણ આ પણું પોતાનું સત્ય જ હોવું જોઈએ
તેજ સત સાથે મિલન કરાવે છે,બીજાનું સત્ય મોટા ખાડામાં નાખે ને ઉપરથી ઢાકણુ બંધ કરી મારી જ નાખે,
આપણાં મન ઉપર સારી, નરસી ગમતી ,અણગમતી રાગ અને દ્વેષ વગેરે પ્રકારના દ્વદ્વની છાપ જ ન ઉઠે ત્યારેજ મન
નિર્મળ બને છે, આ પણ આંતર સાધનામાં અંતિમ સ્થળે પહોંચવામાં પૂરતું નથી , પણ ધ્યાનની આંતર સાધનામાં મનને
છેવટે તો અમનમાં પલટાવી જ નાખવું જોઈએ અને તમામ પ્રકારના દ્વદ્વથી મુક્ત થઈ અદ્વેતતા પ્રાપ્ત કરીએ
ત્યારેજ સાધના પૂર્ણ થાય છે,
આ એક એવી વૃતિ છે જે આપણાં મનની શુધ્ધસત્વ ગૂંણથી ભરેલી પરમ શાંત વૃતિ છે, ,પણ આવી પરમ શાતં
સત્વગુણી અવસ્થા પણ મનથી ટોટલી ઉપર ઉઠયા વિના આત્માના સહજ સ્વરૂપમાં અને સત્ય સ્વરૂપમાં
સ્થિતિ થતી જ નથી, આમ મન અમન કરવું દ્વદ્વથી મુક્ત કરવું એટલે જેને માનો નાશ કહે છે આવો માનો નાશ
વાસના તૃષ્ણા વગેરેનો ક્ષય અને સત્યનો સાક્ષાત્કાર ત્રણે એકી સાથે જ થવા પામે છે,આપણાં સમગ્ર જીવનમા ભૂલ
અને ભ્રાંતિ ત્યાં થાય છે, કે આપણે આપણી શાંત સ્થિર અને શુધ્ધ સત્વની ઉપલબ્ધિ ને જ
સાક્ષાત્કાર માંની બેસીએ છીએ, અને આંતરિક દ્વદ્વ તો ચાલુજ હોય છે,
એટલું માણસએ સ્પષ્ટ સમજી અને જાણી જ લેવું જરૂરી છે કે , આપણી આંતરિક સાધના દ્વારા જ્યાં
સુધી મનનું કોચલું ભેદીએ નહીં , દ્વદ્વથી મુક્ત થઈએ નહિ ત્યાં સુધી આપણને સત્યનો સ્પર્ષ થતો
જ નથી , આ પાયાની હકીકત જાણી લેવા જેવી છે,
આજના માણસે એટલું સ્પષ્ટ જાણી લેવા જેવું છે કે જો શાંતિ માત્ર ને માત્ર અવકાશની શાંતિ હોય કે
એકાંત જીવનની શાંતિ હોય અને જગતના કોલા હલમા એની શાંતિનો ભંગ થઈ જતો હોય તો તે
જીવનની પરમ શાંતિ એટલે કે આત્મ પ્રાપ્તિની શાંતિ નથી, જ્યાં ચિત્તમાં જરા પણ દ્વદ્વ છે ત્યાં પરમ
શાંતિ નથી , આપણાં અમનની સ્થિતિ, દ્વદ્વથી મુક્તિ અને પરમ મૌનની એજ સાચી શાંતિ છે, એટલું
જાણો,
આપણે ધરે નવરા ધુમ બેઠા હોઈએ તે પરમ શાંતિ નથી એટલું જાણો , સંસારમાં રહેવા છતાં સંસારનું
વાતાવરણ આપણી શાંતિમાં ભંગ ન કરી શકે તેજ સાચી શાંતિ છે,આપણે એકાગ્ર ચિત્તે માળા કરતાં
હોઈએ કે ધ્યાન કરતાં હોઈએ અને ધરમાં કુતરુ ધુસી જાય અને રોટલીનું ગરવું ઉધુ કરીને
અંદરની રોટલી લઈને ભાગી જાય તો પણ આપણી માળામાં કે ધ્યાનમાં જો તેની જરા જેટલી ખલેલ
પડે નહીં ટેજ સાચી એકાગ્રતા અને સાચું મૌન છે,
બાકીતો હવામાં બચકાં છે, હાથની આગળીઓ મણકા ફેરવતું હોય અને ધર્મમાં છોકરા બાજતા હોય
તો જો મારા રોયાં શાંત થઈ જાવ તેવું બોલાય જાયતો બધુ જ બનાવટ છે, છેતરવાની અને અહંકારને
પોષણ આપોવાની વિધિ વિધાનો છે, તેનું ફળ મળતું જ નથી એટલું જાણો, જીવનની આંતર સાધનનું
પહેલું પગથિયું છે સાચું જ્ઞાન ,સત્યસ્વરૂપ જાણકારી , સત્યની સમજ અને આ ત્રણે ને યથાર્થ
સ્વરૂપમાં આરપાર વિધીને જોવાની સાત્મિક સત્ય સ્વરૂપ દ્રષ્ટિ આની પ્રથમ જરૂર પડે છે,આત્મ
દર્શનએ કોઈ ઉગ્ર પ્રલંબ સાધનાને છેવાડે આવેલું ફળ નથી, પણ આજનો માણસ આંતર સાધનામાં
ઉતરવાનું વિચારતો જ નથી સત્યના માર્ગમાં જેટલું ચાલો એટલો ફાયદો છે, સદગતિજ થાય છે, દુર્ગતિ
હાથમાંજ આવતી નથી કદાચ બ્રહ્મની અનુભૂતિ કે અનુભવ ન થાય તો પણ જીવનમાં શાંતિ એ કાઇ
નાની સુની વાત નથી.
તત્વચિંતક વી પટેલ
- Published in Blogs
સાંભળવા વાંચવા કરતાં ચિંતન મનન
આજે અનેક જગ્યાએ ,રામાયણ, ભાગવત ,શિવપુરાંણ ગીતા જ્ઞાન યજ્ઞ, સત્સંગો વગેરેના સતત અસ્ખલિત
રીતે પારાયણો ચાલતા જ રહે છે, જુદાજુદા પ્રકારની આરતિઓ , પ્રસાદ મેળવવા, જોશ જોનારા જોશીઓનો ને
,ભૂવાઓ દોરા ધાગા કરનાર વગેરે પ્રકારની સિધ્ધી આપી દેવા કે અપાવી દેવા વાળા હાજરા હજુર છે, માંગતા
ભૂલો જાણે કે બધુ જ આપવાવાળા પરમ પિતા પરમાત્મા હાજર થઈ ગયા છે,
આવા આપવા વાળા પરમાત્માની અનેક પ્રકારની રથ યાત્રાઓ , કાવડ યાત્રાઓ શરૂ થઈ ગયેલ છે, આ બધાની જાહેરાતોનો
મારો નાંણા ખર્ચીને એવોતો ચાલી રહ્યો છે, કે આ બધુ જોતાતો એમ જ લાગે છે, કે હવે કોઈ માણસ ચિંતા ગ્રસ્ત કે દુખી તો
રહેવા જ પામ્યો નહીં હોય, કારણ કે આ બધાજ માણસને સુખ શાંતિ અને આનંદ આપવા માટેની દવા વેચવા જ નીકળી
પડ્યા છે, દવા અસર કારક છે, કે કેમ? રોગ મટે છે, કે કેમ તેની કોઈને પડી નથી, દવા વેચાય અને ખીસું ભરાય તેમાં વેચવા
વાળાને રસ છે, .અને તેનાથી વિશેષતો ખરીદનારાને વધુ રસ હોય તેમ જણાય છે,તેને આશા છે કે વેદની દવા સારીજ હોય,
તેમાં ભેળ સેલ ન હોય પણ પણ પછી અસર કરતાં પણ ન હોય, , ,
આજે આમ સાંભળનારાં આરતીઓ કરાંવનારાં , હાથ બતાવનારા મૂર્ત જોવડાવનારા તાવિજો ખરીદનારાઓ,
માળાઓ આશીર્વાદ પ્રસાદ મેળવનારાઓ, ધાર્મિક સ્થળે આંટા મારનારાઓ, પોતાના દુખ ચિંતાના
પ્રશ્નો પૂછનારા વગેરેની લંગાર લાગી છે,
આવી બધાજ પ્રકારની મુશકેલીઓ મિટાવવાની અને સુખની શાંતિની સંપૂર્ણ પ્રાપ્તિ થાય તેવી દવા
વેચનારાઓની સખ્યાં કરોડો ઉપર છે, જેઓ કપાળમાં તિલક ડોકમાં માળા બગલમાં છુરી ને મુખમે
રામ જપતા જપતા દવાઓ વેચી રહ્યા છે,, ,
આ દવાની ખરેખર અસરકારકતા કેટલી છે, તેનો તટસ્થતા પૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે, કે આ
દવા જે આજે પૂર બહારમાં જાહેરાતોના મારાને કારણે વેચાય રહી છે, તે ખરેખર અસરકારક છે,,કે
નહિ ખરેખર આનાથી માણસ પરમ શાંતિ અને આનંદમાં સ્થિર થયો છે, ખરો ?
આજનો માણસ વધુ તનાવ ગ્રસ્ત, વધુ દુખી વધુ પદાર્થનો આસક્ત, વધુ દંભી વધુ અહંકારી થયો
તો નથી ને ? તેનો તટસ્થ રીતે અભ્યાસ કરવો જરૂરી અને આવશ્યક છે,, તો જ આ દવા અસરકારક
છે, કે નિષ્ફળ ગઈ છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે,
પ્રથમ દ્રષ્ટિએ જોતાં આ દવા અસરકારકતો હશે જ ને માણસના મનના બુધ્ધિના ચિત્તના બધાજ
રોગો નાબૂદ થઈ ગયા હશે, ને તમામના ચિત્ત પરમ વિશ્રામમાં સ્થિર થઈ જ ગયા હશે,અને દરેક
માણસ પોતાના જ સ્વભાવમાં સ્વધર્મમાં સ્થિર થઈ સાક્ષીભાવનો અનુભવ કરતાં જ હશે, અને આત્મ
જ્ઞાનનો ફૂવારો અંતરમાં ઊડતો હશે,જેથી, માણસ પોતાના જીવનમાં સંમતા ,સરળતા સહજતા પ્રજ્ઞા,
વિશાળતા, સમાંનાં ભાવમા આત્મિક સત્યમાં, નીતિમત્તામાં, સ્થિર થઈ ગયા જ હશે, તેવી પ્રતિતિતો
ટોળાંને ટોળાં દવાઓ ખરીદે છે, ને માલની ખરીદી પણ જોરદાર છે, તેને જ ધ્યાને રાખી વિચારીએ તો
દવા ગજબની અસર કારક પુરવાર થઇ હોય તેમ તો લાગે જ છે,,ને તમામના ચિત્તના તમામ રોગો
જેવા કે અહંકાર, કામના, વાસના, રાગદ્વેષ, ઈચ્છા, મોહ, મમતા, તૃષ્ણા ,ક્રોધ, ઈર્ષા વગેરે મટી ગયા
જ હશે,
માણસો પરમ આનંદ અને પરમ શાંતિ મહેસુસ કરતાં હશે, એવું તો સ્પષ્ટ ભાસે છે, આવું હોય તો જ
ટોળાં બધ માણસો દવા ખરીદે ને અને વેચનારાના સ્ટોર ધમ ધોકાર ચાલે છે, અને વગર નાણાંનો
ધંધો સારો ચાલે છે, અને માલ વેચે જ જાય છે,,, . , ,,, ,
માણસ સ્વભાવથી જ ત્રણ પ્રકારના હોય છે, એક છે કર્મ પ્રધાન જે કર્મ કર્યા વિના બેસી શકે જ નહીં
બીજો પ્રકાર છે, વિચાર પ્રધાન જે વિચાર કર્યા સિવાય રહી શકે જ નહીં, અને ત્રીજો પ્રકાર છે, ભાવ
પ્રધાન જે ભાવમાં અને પ્રેમમાં ડૂબેલો હોય છે,
આ ત્રણે પ્રકાર ના માણસે પોત પોતાની રીતે પોતાનો સ્વભાવ જાણીને સ્વભાવ અનુસાર આંતર
સાધના પસંદ કરી, આ આંતર સાધના દ્વારા પરમ જાગૃતિમાં સ્થિર થઈ પરમ ચેતના પ્રાપ્ત કરી
આંતર ધ્યાનનો લાભ લઈને પોત પોતાનાં સ્વભાવમાં એટલે કે સાક્ષીભાવમાં સ્થિર થવાનું હોય છે,
માનવ જીવનમા સાક્ષીભાવ એ જ અંતિમ મંજિલ છે, તે પછી કોઇ પડાવ નથી, આજ તમામ પ્રકારના
દ્વેતમાંથી નિવૃત થઈ અદ્વેતમાં સ્થિર થવું છે, જેને શકરાચાર્ય જ્ઞાનની પ્રાપ્તિ કહે છે, અને જ્ઞાન એજ
મુક્તિ છે,,એટલે આમ આ બધાને જ્ઞાન અને મુક્તિ તો કોઠે પડી ગઈ હોય તેમ લાગે છે,તેથી પરમ
આનંદ અને પરમશાંતિમાં આળોટતા, અમૃતમય જીવન જીવતા જ હશે તેમ માનવું જ રહ્યું, , .,
ત્રણે પ્રકારના માણસ માટે ત્રણ પ્રકારની સાધના પદ્ધતિ છે, જેમાં કર્મ પ્રધાન માટે , કર્મ યોગ વિચાર
પ્રધાન માટે ,જ્ઞાન યોગ અને ભાવ પ્રધાન માટે ભક્તિ માર્ગ,
આ ત્રણેમાં માર્ગમાં ચાલતા પરમ ચેતનામાં સ્થિર થઈને આંતર ધ્યાનની સાધના કરી દરેકમાં
પોતાની પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક આંતર ધ્યાન દ્વારા પોતાના સ્વમાં જ સ્થિર થવાનું હોય છે,
આજ પરમ તત્વનો અનુભવ અને અનુભૂતિ છે ,આ અંતિમ મુકામ છે, આના પછી કોઈ મુકામ છે જ
નહિ,,
અહી પહોંચવા માટે જ ત્રણ પ્રકારની આંતર સાધના પધ્ધતિઓ છે ,આમાં બાહ્યા ચારો કોઈ જ કામમાં
આવતા જ નથી, એટલું સ્પષ્ટ જાણી લેવા જેવી સત્ય સ્વરૂપ હકીકત છે,, બાહ્યા ચારો દ્વારા માણસ
કદી પણ પોતાના સ્વભાવમાં સ્થિર થઈ શકે જ નહીં પોતાની પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક સ્થિર
થઈ શકે જ નહિ , અને પોતાના સત્યમાં અને પોતાના સ્વભાવમાં સ્થિર થયા વિના પરમ આનંદ કે
પરમ શાંતિ ઉપલબ્ધ થાય જ નહિ ,આ જીવનની પાયાની હકીકત છે,
ત્રણે સાધનામાં અંદર ઉતારવાનું છે, જે અંતરના મળોથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે, આમ અંતર
શુધ્ધિ એજ આત્મિક સત્યતા છે, એજ જીવનની સિધ્ધી છે,
આ પારાયણો અને બીજા ઉપરના તમામ વિધિ વિધાનો બધા જ બાહ્યાચારો છે, તેને ને માણસની
પરમ ચેતનાને અને તેમાં સ્થિર થવાને કાઇ જ લાગતું વળગતું નથી,
માણસો આ કથાઓ અને જુદા ,પ્રસંગો ખૂબજ રસ પૂર્વક બીજા જોવે તે હેતુથી સાંભળતા હોય છે,અને
પોતે મોટો ધાર્મિક છે, તે બતાવવા જ કથાઓમાં જતો હોય છે, આ રીતે પોતાનો અહકારને પોષણ
આપતો હોય છે, એને ને કથાના જ્ઞાનને કાઇ જ લાગતું વળગતું પણ હોતું જ નથી,
આમ અહકારને મોટો કરવા જ કથામાં સલગ્ન હોય છે, આમ આખું દ્રશ્ય પાવનકારી હોય તેંમ
પ્રથમ દ્રષ્ટિએ લાગે છે ,પણ જરાક ઊંડા ઉતરો તો અહંકાર મજબૂત કરવાનો જ ભાવ હોય છે,
આરીતે સાંભળનારને પારાયણોના મર્મમાં માણસનો પ્રવેશ હોતો જ નથી, કે થતો પણ નથી,
કથાકારને સત્સંગ કહેવામાં પદાર્થની પ્રાપ્તિ કરવાનો ભાવ હોય છે, અને પોતાની આરતી કરે
વાહવાહ કરે તે ભાવ હોય છે, એટલે શાસ્ત્રોનું ગાંગર્યા જ કરે છે ,તેમાં જ્ઞાન હોતું નથી, માહિતી હોય
છે,
માહિતી દ્વારા કોઈનું આંતરિક પરિવર્તન થયાનું ઇતિહાસમાં નોંધ નથી, આમ શાસ્ત્રોની ગબારા બાજી
હોય છે, સત્ય ઓછું અને અસત્ય વધુ ગંગામાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ, ખીર ખાવાથી ચાર પુત્રો જન્મ્યા
મંત્રો દ્વારા છ છોકરા જન્મ્યા જેમાં એક કવચ અને કુંડલ સાથે, એક સ્ત્રી માટે જમીન ફાટી ને તેમાં
સમાઈ ગઈ વગેરે ગબારા ચલાવે છે, જેથી તેમ સત્યનો અંશ પણ હોતો નથી, સત્ય કદી બીજા
પાસેથી પ્રાપ્ત થાય જ નહીં તેતો પોતે પોતાના જ આત્મામાંથી મેળવવું પડે છે, આમ આપનું પોતાનું
સત્ય જ આપાણો ઉધ્ધાર કરે છે, એટલું જાણો કોઈનું માનો નહિ,
આમ આપણે આ બધુ જ ગતાનું ગતિ માટેની એક વીધી વિધાન બનાવી દીધા છે,, આ બધી જ
ક્રિયાઓ આમ જોવા જઈએ તો ઉધા માટલામાં વરસાદનું પાણી ભરવાની વિધિ જ પુરવાર થાય છે,.
તેનાથી વિશેષ કાઇ જ નહિ,
આપણે જોઈએ છીએ કે અમુક લોકો નિયમિત સત્સંગ કથાઓમા,અને પારાયણોમાં વરસોનાં વરસો
સુધી સાંભળતા હોય છે, ધાર્મિક સ્થળે ભટકાતાં હોય છે, પણ તેમના જીવનમાં કોઈ પરિવર્તન કેમ
નથી થતું ? તેનું કરણ આજ છે , તેના મર્મને પકડવાની શક્તિ જ નથી આવી, શક્તિ તોજ પ્રાપ્ત
થાય જો પોતાનું ચિત્ત એકાગ્ર હોય શુધ્ધ હોય અને પરમ વિશ્રામમાં સ્થિર હોય તોજ મર્મને પકડી શકે
છે,,
આવા બધા જ પારાયણોથી સત્સંગથી ,કદાચ માત્ર ભાવ સ્પર્શ થતો હોય છે , પણ જે ભાવ સિધ્ધી
બધાવી જોઈએ તે બંધાતી જ નથી, કેવળ સ્પર્શતો ક્ષણીક છાયા જ છે, આભાસ છે, એવું જ જણાય છે,
જે સાંભળનારના પોતાના મૂળભૂત પરિવર્તન માટે તો તેમણે પોતાએ જ વધારે ઊડે જવું જ જોઈએ
,આમ શ્રવણરસ આપણાં કાનને સ્પર્શે તેટલું પૂરતું નથી, પણ એતો આપણાં હ્રદયમાં આત્મામાં
સિચાવવો જોઈએ , પરમ ચેતનામાં અને પ્રાણમાં ઉતરવો જ જોઈએ, આ પારાયણનો રસ જ્યારે
શ્રોતાના અંતરમાં ,હ્રદયમાં આત્મામાં પરમ ચેતનામાં સ્થિર થાય છે, ત્યારે જ તેનું આંતરિક હાડ
બંધાય છે,, અને પારાયણ સત્સંગ તેના આધ્યાત્મિક પરિવર્તન કરનાર સાબિત થાય છે, પણ આવું
ક્યાંય બનતું જોવા મળતું જ નથી, તે આજની વાસ્તવિકતા છે, એટલે ઉપર ઉપરથી વહી જાય છે. ને
કોરાને કોરાજ રહે છે, , ,
આજના પારાયણોમાં સાંભળનારમાં આવી સત્ય સ્વરૂપ આંતર ભાવ સ્થિતિનું શુધ્ધ નિર્માણ કદી પણ
ટોળામાં થવું જ અસંભવ છે, અશક્ય છે, એટલું બરાબર સમજી લ્યો કે જ્યાં ટોળું ત્યાં આંતર જ્ઞાન
ગાયબ હોય છે, ત્યા તો હોય છે, નર્યું જ ગાંડપણ ,અને તેમાંય હવેતો કથાને અંતે પ્રસાદ રૂપે પાકું
ભોજન પીરસાઈ રહ્યું છે, માટે સારું ખાવાના લોભે માણસો પારાયણમાં આવતા હોય છે, તે પણ સત્ય
હકીકત છે, કથામાંથી આવતા માણસો ખાવાના વખાણ કરતાં માલૂમ પડે છે , કોઈ કથાના મર્મની
ચર્ચા કરતાં ક્યાંય પણ જોવા મળતા નથી, એટલે કથાનો આખો મર્મ માથા ઉપરથી પસાર થઈ ગયો
તેવો તાસીરો જોઈ શકાય છે,
આ જગતમાં આધ્યાત્મિક ગ્રંથોના કેવળ શ્રવણથી કે વાંચનથી માણસનો આધ્યાત્મિક વિકાસ સાધી
શકાતો જ નથી તેને અંતરમાં ચિંતન મનન કરી ધુટી તેનો મર્મ આપણે કાઢવો જોઈએ, જે આપણુ
જ્ઞાન બને છે, આ જ્ઞાનનું અનુસરણ જ આપણૂ પરિવર્તન કરે છે, આવું તો આપણે કરતાં જ નથી,
ધણી વારતો શાસ્ત્ર માત્રને માત્ર વ્યસન બની જાય છે , શાસ્ત્રમાં આવતી વાતોમાં પોતાને શું
ઉપયોગી છે તેની શોધ કરતાં આવડવું જોઈએ, અને તેને અતરથી જાણીને આચરણમાં મૂકવું જોઈએ
જે માણસના મનમાં પ્રશ્નો જ ઉઠતાં નથી , અને પોતાને સંમશ્યાઓ પીડતી નથી અને પોતાના
જીવનમાં અનેક જાતના અંતરાયો ઊભા જ થતાં નથી , તેવો માણસ કાંતો પરમ જ્ઞાની હોય છે,
અથવા મૂઢ હોય છે, .
આમ પારાયણ અને સત્સંગ વગેરે નથી, વિમુખ માટે કે નથી વિમૂઢ માટે એતો માત્રને માત્ર
પરમાત્મા ઉન્મુખ માણસ માટે જ હોય છે, જેમની અંતરમાં ઉન્મુખતા વધે છે, અને અંતરમાં જ્યારે
અજવાળું થવા માંડે છે, .
આ માત્ર ને માત્ર બૌદ્ધિક સમજ નથી પણ માણસના સમગ્ર વ્યક્તિત્વમાંથી ઉઠતી અંતર દ્રષ્ટી
છે,,તેનાથી માણસની જીવન દ્રષ્ટિ વિશુધ્ધ અને વિશાળ તો બને છે,, ઉપરાંત એ પ્રમાણે જીવન
જીવવાનું આત્મ બલ પણ આત્મામાંથી મળી રહે છે, અને તેનું આધ્યાત્મિક પરિવર્તન થઈ જાય છે, તે
પૂર્ણ રૂપે આધ્યાત્મિક બની રહે છે , આ તોજ થાય જો માણસના હ્રદયમાં કથા અને સત્સંગ ભક્તિનું
બીજ ઊગે અને તેમાંથી અંકુર ફૂટે ત્યારે જ માણસને આવા શુધ્ધ સાત્વિક પવિત્ર અને આત્મિક સત્ય
સ્વરૂપ નવા જ જીવનનો આત્મિક અનુભવ થાય છે,,
આવો જ્યારે અંતરમાંથી અનુભવ અનુભૂતિ થાય છે ત્યારે જ આપણી પોતાની ભક્તિ સ-સત્વ છે કે
નિ-સત્વ છે એ આપણે પોતે જ આપણાં જ અંતરમા થતાં અનુભવ પરથી પામી શકીએ છીએ
આવી સ-સત્વ ભક્તિના મૂળિયાંને શ્રાવણ રસનું સિંચન થયું છે, એમ માનવું આ આપણી અંતરની
શ્રધ્ધાના ઊધડ પરથી જાણી શકાય છે , આવી આત્મિક શ્રધ્ધાનો ઉધાડ પણ એકી સાથે બે
દિશામાં થાય છે, એક છે અંતરનો પ્રેમ અને બીજી છે, આપણી પોતાની પ્રજ્ઞા જે અહંકાર પીડિત
રહેતી જ નથી ,
આવી આત્મિક શ્રદ્ધાના ઉદયથી આપણાં ચિત્તમાં પરમ વિશ્રામ અને પરમ પ્રસન્નતા પ્રગટે છે, અને
આપણી બુધ્ધિ નિશ્ચયાત્મક બને છે, ત્યારે આપણાં ચિત્તમાં અને આપણા પોતાના જ ચરિત્રમાં
વર્તન વ્યવહારમાં આત્મિક સત્યનું ઓજસ પ્રવેશ કરે છે, આ ઓજસ દાહક નથી પણ શામક છે
એમાં જ પરમાત્મ કૃપાનું અમૃત ભર્યું હોય છે, જે આપણને પ્રાપ્ત થાય છે
પછીતો જીવનમાં અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પરમાત્માની સત્ય સ્વરૂપ કૃપાનો અનુભવ
અનુવભૂતિ નિરંતર થતી જ રહે છે, આમ આખા આધ્યાત્મિક આંતર પ્રવાસમાં આત્મિક સત્ય સ્વરૂપ
શ્રધ્ધા અને પરમ તત્ત્વ પરમાત્માની કૃપા બંને પ્રારંભથી અંતિમ ધામ સુધી સાથે જ બની રહે છે
આમ અહંકાર અને કર્તૃત્વ અને વાસના વગેરે રહિત થઈ પરમાત્માને શરણે આત્મિક સત્યમાં સ્થિર
થઈને જનારને ભક્તિ , પરમાત્માની અનુભૂતિ અને ટોટલી અનાસક્તિ ત્રણે એકી સાથે જ થાય છે,
જેથી જીવને તૃષ્ટિ પુષ્ટિ અને પરી તૃપ્તિ ત્રણે એક સાથે પ્રાપ્ત થાય છે આમ જીવને એક એવું
આશ્રય સ્થાન મળી જાય છે, જ્યાં તે સર્વ ભાવે, સર્વજ્ઞ સંપૂર્ણ અને પૂર્ણ થઈને ઠરી ઠામ થાય
છે,, પછી માણસને પોતાની વૃતિ ઓ અને પ્રકૃતિ પરમ શાંત થઈ જાય છે, એજ પરમ જ્ઞાનની
અવસ્થા છે,
તત્વચિંતક વી પટેલ
- Published in Blogs
આત્મિક સત્ય સ્વરૂપ થઈ જીવવાની, મરવાની કળા એટલે સંન્યાસ
માનવ જીવનમા આત્મિક સત્ય સ્વરૂપ થઈને પદાર્થની પકડથી મુક્ત ચિત્ત કરીને, આંતર આધ્યાત્મિક સાધના કરી, પોતાના ચિત્તને પરમ મૌન, શૂન્ય અને પરમ વિશ્રામમાં સ્થિર કરીને તૃષ્ણા રહિત જીવન જીવ્યે જવું અને પરમ આનંદ અને પરમ શાંતિ સાથે મૃત્યુને ભેટવું તેનું નામ સન્યાસ છે,
સંન્યાસનો અર્થ ધરબાર છોડી બહાર સવાયો સંસાર ઊભો કરી પદાર્થના પકડ ધારી બની, લોકોને ભય ભ્રમ અને ભ્રમ જાળમાં સ્થિર કરી તેની પાસેથી પદાર્થ પડાવવો તે સંન્યાસ નથી ,તેતો સવાયો સંસારી છે, જ્યાં સુધી ચિત્તમાં ધરબાર મે છોડ્યા છે, તેવો ભાવ અને પરમતત્વને પામવું છે, તેવી કોઈપણ તૃષ્ણા ચિત્તમાં હયાત છે ,અને પદાર્થની પકડ અહંકાર, કર્તૃત્વ આસકતી તૃષ્ણા વાસના ચિત્તમાં હાજર છે, ત્યાં સુધી સંન્યાસ નથી, પણ પાકો બનાવટી સાધુ જ છે,
ખરેખર સંન્યાસ નો અર્થ છે, સમ્યક ન્યાસ એટલે જેમને પોતાને જ પોતાના જ આત્મિક સત્યમાં સ્થિર થઈને જીવન જીવવાની સમ્યક કળા આવડી ગઈ અને જીવવાની કળામાં મરવાની કળાનો સમાવેશ થઈ જ જાય છે,
,આમ જેમને સમ્યક દર્શન ,સમ્યક જ્ઞાન , સમ્યક ચરિત્ર, સમ્યક સંકલ્પ, સમ્યક સત્ય, સમ્યક ચિત્તના વિશ્રામ અને સમ્યક પદાર્થની પકડની મુક્તિની આમ સપ્ત ઋષિ તત્વની આંતર સાધના કરી જીવન જીવતા આવડી ગયું તેજ સાચો સંન્યાસી છે,,,એટલે જ આવા આત્મિક સત્ય સ્વરૂપ જીવનની સમ્યક કળા માટે મુનિ બનવું પડે અને મરવાની કલા માટે સત્ય સ્વરૂપ ભિક્ષુ બનવું પડે ,
,જ્યારે બીજાને મારવાની કળા માટે , પદાર્થના પકડધારી બની અસત્ય આચરણ માટે સાધુ બનવું પડે જેથી મરણ સુધરે જ નહિ, અને પોતાના ભાગમાં આવે વાસના ગ્રસ્ત મૃત્યુ જે જન્મ અને મૃત્યુના ફેરામા ફેરવ્યા જ કરે, આમ મૃત્યુ નહિ સુધારવાનો આસક્તિ યુક્ત કોન્ટ્રાક્ટર એટલે આજનો સાધુ ,
આમ મુનિ અને ભિક્ષુ બંને સત્ય સ્વરૂપ સંન્યાસ આત્મ સાત કરી લે છે ,
જ્યારે સાધુ આત્મિક સત્ય સ્વરૂપ વ્યવહાર અને આચરણથી અલગ જ રહે છે, તે કદી પણ આત્મિક સત્ય સ્વરૂપ વ્યવહાર કે આચરણમાં આસકત હોતો જ નથી,તેનું નામ સાધુ ,, , ,
સંન્યાસ શબ્દ મુનિ અને ભિક્ષુ બંને શબ્દો કરતાં બહોળો અર્થ છે , મુનિ જીવવાની સત્ય સ્વરૂપ કળા છે, જ્યારે ભિક્ષુ એ સત્ય સ્વરૂપ મરવાની કળાઆત્મ સાત કરેલ છે, બુધ્ધ ભગવાને ભિક્ષુઓ માટે પીળા વસ્ત્રોની પાસદગી કરી હતી આમ પીળો રંગ મૃત્યુનો રંગ છે ,
આપણે જોઈ શકી છીએ કે વૃક્ષોના પાંદડા મરવાની સ્થિતિમાં આવે છે, ત્યારે તે બધાજ પીળા પડી જાય છે, અને ખરી પડે છે , માણસ જ્યારે મરવાની અણી પર પથારીએ પડે છે ત્યારે તેનો ચહેરો પણ પીળો જ થઈ જતો હોય છે, આમ પીળો રંગ સત્ય સ્વરૂપ મૃત્યુનું પ્રતિક છે, એટલા માટે જ બુધ્ધ ભગવાને પીળા રંગની પસંદગી કરેલ છે,
આમ ભિક્ષુના જીવનની આત્મિક સત્ય સ્વરૂપ કળા જ આ વાત ઉપર નિર્ભર છે, કે હું કેવી રીતે મરુ ભિક્ષુ અભયમાં સ્થિર હોય છે, તેને મૃત્યુનો ભય હોય શકે જ નહીં, તેમજ તમામ પ્રકારની આસકતીથી મુક્ત હોય છે, તેથી જ તેનું મૃત્યુ મંગલ હોચ છે,જેથી ફરીથી જન્મ લેવો પડે નહીં,,
આત્મિક સત્યમાં સ્થિર થયેલો અને પોતાના ચિત્તને કાયમી વિશ્રામ આપી રહેલાં સંન્યાસી , મુનિ અને ભિક્ષુઓ એ પોતાની ઇંદ્રિઓ , મન , બુધ્ધી કામ ક્રોધ કામના વાસનાં વગેરેને સત્યની સાધના કરી જીત્યા તેને સર્વને જીતી લીધા પછીતે ક્યાંય પણ બંધાતો નથી, કારણ કે તેમણે પોતાના ચિત્તને કાયમી વિશ્રામમાં સ્થિર કરી દીધું હોય છે,
તેઓએ પાંચ મહા ભૂતોનાં આવિર્ભાવ પામેલા તમામ તત્વોને અને સપ્ત ધાતુના બનેલા પાર્થિવ દેહને સત્યની પ્રાપ્તિના અભ્યાસના ક્રમાનુસાર ધીમે ધીમે તેઓએ સત્યની અગ્નિમાં પ્રજાળી દીધા હોય છે ,આવો મહા બળવાન દેહ પણ સત્યને માટે દુર્લભ હોય છે, તેથી તે ક્યાંય તેનો આત્મા છેદાતો નથી બંધાતો નથી અને અનેક પ્રકારની આત્મિક શક્તિઓની પ્રાપ્તિ ધરાવે છે, તથા પોતાની પ્રકૃતિથી પર છે, ત્રિગુણાત્મક સ્થિતમાં , વિતરાગતામાં ,નિર્ગ્રંથતા અને પ્રજ્ઞામાં સ્થિર હોય છે ,
જેવુ આકાશ નિર્મળ છે તેવું જ સત્ય સ્વરૂપ સંન્યાસીનું , મુનિનું અને ભિક્ષુનું શરીર, મન અને બુધ્ધિ નિર્મળ હોય છે, એતો આકાશ કરતાં પણ વધુ નિર્મળ હોય છે, અને સૂક્ષ્મથી વધારે સૂક્ષ્મ સ્થૂળથી વધારે સ્થૂળ અને જડથી વધુ જડ હોય છે ને બની રહે છે
આવા આત્મિક સત્ય સ્વરૂપ સંન્યાસી ,મુનિ અને ભિક્ષુ તો પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર સ્વતંત્ર અજર અમર મરજી પડે ત્યાં સહજ લીલાથી ખેલે છે,આ અવસ્થામાં જે સ્થિર છે, તેજ સત્ય સ્વરૂપ સંન્યાસી ,મુનિ અને ભિક્ષુ છે , જે જવી જાણે છે, અને મરણને આનંદ સાથે પામે છે.
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”
- Published in Blogs
જીવનને અંદર ઉતરી જાણો, ને સત્ય સ્વરૂપ થઈ અનુસરો એજ ધર્મ
પરમ તત્ત્વ પરમાત્મા એ કાઇ બહાર નથી, બાહ્ય ચારોમાં નથી, જ્ઞાન એ કાઇ શાસ્ત્રોમાં નથી, જ્ઞાન એ કાઇ ભૂતકાળ કે ભવિષ્ય કાળે ધટનારી કોઈ ધટના પણ નથી ,તેતો વર્તમાનમાં આપણી પરમ ચેતના હર પળે હર ક્ષણે વ્યાપક રીતે હાજર જ છે,.તેને જ અનુભવો,અને અનુસરો સત્યતા પૂર્વક,
સત્યની પરમ ચેતનાની સત્તા આપણી ભીતરમાં કામ કરી જ રહી છે, તેને ,એક વખત આધ્યાત્મિક આંતર સાધના દ્વારા સમગ્ર અસ્તિત્વ સાથે અંતરની સત્ય સ્વરૂપ અંતરની સુરતા સાથે જો જોડાય જાવ, જો જોડાય જવાય એટલે પછી તે બધુ જ સંભાળી જ લેશે,
માત્ર તમારે તમો તમારો અહકાર રાગ દ્વેષ અને ઇચ્છાથી મુક્ત થાવ, અને પરમ મૌન થાવ એટલે જ પરમ તત્ત્વ પરમ મિત્ર બની જ રહે છે,, આ મિત્રએ તમારું પોતાનું જ સત્ય છે, કદી પણ તમારું અહિત કરશે જ નહીં, અને સત્યના માર્ગે જ ચલાવશે,અને ઊર્ધ્વ કરણ કરશે અને એજ સત્ય સ્વરૂપ તમારો ગુરુ છે, જગતમાં આજ સત્ય સ્વરૂપ ગુરુ છે,
આ માટે જીવનમા જરૂર છે અંતરની ભીતરમાં ઉતરી કામના, વાસના, અહંકાર અને ઈચ્છા જ નિર્મૂલન કરવાની છે, જ્યારે આ નિર્મૂલન થાય છે, ત્યારે તમો પોતે જ પરમ શાંત થઇ જાવ છો ,ત્યારે જ તમોને અંતરમાંથી નવા નવા દર્શન અને નવું નવું જ્ઞાન , આત્મામાંથી સતત આવ્યા જ કરે છે.,જ્ઞાનનો જરો ફૂટે છે, જ્ઞાનના ફુવારાની પ્રતીતિ થાય છે,, તેજ જ્ઞાન છે,
આ વખતે અનેક પ્રકારની અંતરમાંથી સ્ફુરણા થાય છે, ત્યારે શાસ્ત્રો નકામા બની જાય છે, કથા વાર્તા સતસંગ બધુજ નકામા સાબિત થાય છે, અને આત્મામાંથી ખરું જ્ઞાન ઉપલબ્ધ થાય છે, આ જ્ઞાન એટલે આપણી પૂર્ણતા સંશયથી મુક્તિ , અભયમા , વિશાળતામાં ,અને સમાનાં ભાવમાં સ્થિરતા એનું નાંમ જ્ઞાન છે, એજ સત્ય ધર્મ ,
તમને ખબર નથી, તારા પોતાના હ્રદયમાં કોણ બેઠું છે, તેજ સત્ય છે, જેને તું શોધી રહ્યા છો જે બહાર ક્યાંય નથી, તમારા જ હ્રદયમાં સત્ય બેઠું છે,, સત્ય શોધવા વાળો અને સત્ય બંને અલગ નથી, તમો પોતે જ અમૃતનો બાળક છો, તમારા જ હ્રદયમાં પરમાત્મા બેઠા જ છે, બહાર ક્યાંય નથી કે તને મળી જાય તેતો ભટકાવ છે,
તમો માત્ર બહાર ભટકવાનું બંધ કરો, અંદર ઊતરો અને તુ જ તમારો સત્ય જ દિપક બનશે અને દિપકને પણ તમારે પેટાવવા કે કોઈ પેટાવી દે તેવી આશા જ પણ રાખશો નહીં , દેહ જ આત્માનું મંદિર છે, તેને જ હ્રદયથી સન્માન આપો, તેનો જ અંતરથી , હ્રદયથી સત્કાર કરો, કારણ કે દેહના મંદિરમા જ પરમાત્મા બિરા જમાંન છે,, એજ સત્ય સ્વરૂપ એજ ધર્મ છે અને ,સાચું મંદિર છે,
આપણુ મન સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે, તે સંકલ્પ વિકલ્પ કર્યા વિના રહી જ શકતું નથી ,એક સંકલ્પ હજી પૂરો થયો ન હોય ત્યાં બીજો કરે છે, આમ સંકલ્પ વિકલ્પની હારમાળા ચાલુ જ રહે છે, જરા તેની નોંધ કરશો તો તમો પોતે જ ચકિત અને દંગ થઈ જશો, કે હું સાવ જ આવો છું,
આમ આપણુ મન સંકલ્પમાં વિકલ્પમા જ જીવે છે, એટલે જ આધ્યાત્મની આંતર સાધના કરી પરમ મૌન થવું અને અને મનથી મુક્ત થવા પર ભાર મૂકવામાં આવેલ છે, છે, મનથી મુક્ત એટલે જ જ્ઞાનનો આવિર્ભાવ છે,, જ્યાં સુધી મન છે, ત્યાં સુધી જ્ઞાન નથી, પણ ભટકાવ છે, ,
જીવનમાં સૌથી મોટી અને અગત્યની વાત પહેલું ડગલું આત્મિક સત્ય સ્વરૂપ થઈને ઉપાડવાનું છે, જો તે ઠીક રીતે પહેલું પગલું આત્મિક સત્યનું ઉપડ્યું તો પછી મંજિલ દૂર રહેવા પામતી જ નથી, સત્ય જ સત્ય પાસે લઈ જાય છે, અને પછી અટકે છે,જે આપણી આખરી મંજિલ હોય છે, , ,
માનવ જીવનમાં કોઈને પણ અસત્ય દ્વારા જગતમાં કોઈને સત્ય મળ્યા નો દાખલો નથી, કે બીજાના સત્ય દ્વારા મળ્યાનો પણ જગતમાં દાખલો નથી, જેમને જગતમાં સત્ય મળ્યું છે, અનુભૂતિ કરેલ છે, અનુભવ કરેલ છે, તેને પોતાના આત્મિક સત્ય દ્વારા જ મળેલ છે,, એટલું જાણો,
આ જગતમાં બાહ્યા ચાસરો એ કોઈ તમારા પોતાના સત્યને પ્રાપ્ત કરવાનો માર્ગ નથી, એટલે તમારા પોતાના આત્મિક સત્યમાં સ્થિર થાવ એજ ધર્મનું આચરણ છે અને એજ પૂર્ણતાએ લઈ જ જશે, , ,
ગીતા સ્પષ્ટ કહે છે કે દરેકે પોતાના જ સ્વધર્મમાં સ્થિર થવું જરૂરી છે, સ્વધર્મનો અર્થ જન્મથી મળેલો, સ્વીકારેલો હિન્દુ, મુસલમાન ઈસાઈ ધર્મ એવો થતો જ નથી, સ્વધર્મની જે વાત ક્રષ્ણ ભગવાનની છે,, એ તમારા પોતાના સ્વ ને એટલે કે તમારા મૂળ સ્વભાવને તમાંરા આત્મિક સત્યને જાણો , સ્વભાવ અનુસાર જીવો અને સ્વભાવમાં જીવી મૃત્યુ ભેટો એજ શ્રેયસ્કર છે, એમ સ્પષ્ટ કહેવું છે,
આજના કહેવાતા બાહ્ય ધર્મ અથવા બાહ્યાચારો એતો ખતરનાક છે, તે તો ભય ભ્રમ અને ભ્રમજાળમા જ સ્થિર કરે છે ,તેના દ્વારા કોઈ સ્વમા કદી સ્થિર થતાં જ નથી, તેતો બહાર દોડાવી દોડાવી થકવી નાખે છે, ને અંતે મૃત્યુ ભેટે છે ત્યારે મન અને ચિત્ત વાસનાઓથી ભરેલા હોય છે,
આમ માણસના મનમાંથી વાસનાઓ તિરોહિત થયેલ હોતી નથી, જેથી બીજો જન્મ આવી પડે છે, કોઈપણ પ્રકારની વાસના ચિત્તમાં રહી ગઈ તેનું ફળ હજી મળેલ નથી, ફળ મળવું બાકી છે, ત્યાં સુધી વાસના વિલીન થતી જ નથી, જીવિત જ રહે છે , આ વાસનાને પૂર્ણ કરવા ફળની પ્રાપ્તિ માટે જ બીજો જન્મ આવી જ પડે છે,
જ્યારે આપણી વાસના તિરોહિત થતી જ નથી, જેથી જન્મ મરણનું ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે,, જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે, તેમણે મૃત્યુથી પાર થવાનું નથી, પણ જન્મથી પાર થવાનું છે આમ જન્મથી પાર થવા માટે વાસના અહંકાર ઈચ્છા રહીત થવું જ જોઈએ,
આ વાસના ઈચ્છા અપેક્ષા તૃષ્ણા વગેરેથી ટોટલી મુક્ત થવું જ પડે તો જ જન્મથી મુક્તિ મળે છે, આમાટે જ બહાર પ્રામાણિક આત્મિક સત્યના આધારે મહેનતનુ કાર્ય અને અંદર ચિત્તને નિર્મળ રાખવાની સાદી ને સરળ આધ્યાત્મિક સાધના કરવી જોઈએ, આ સરળ માર્ગ છોડી વાંકો માર્ગ ન જ લ્યો, આ વાંકો માર્ગ એટલે જ બાહ્યા ચારો કર્મ કાંડ અને કર્મ ક્રિયાઓ વગેરે
આપણાં પોતાના મનને જાણો એટલે જ પોતાનું સાચું સ્વરૂપ સમજાશે , સ્વને ઓળખવો , સ્વધર્મને ઓળખવો અને અનુભવવો આવા ને મૃત્યુ મળે તો તે અમૃત જેવુ હશે,
જોકે સુર્ય કદાચ દક્ષિણમાં ઊગવા માંડે તે શક્ય છે, પણ બાહ્ય ચારો દ્વારા અમૃત મળી જાય તેતો ,શક્ય જ નથી,
આજે તો આવા અજ્ઞાનીઓ વેશ બદલી લોકોના ગુરુ બની ને પાછા ધેર ધેર મંત્ર દીક્ષા આપતા ફરે છે ,માયાને વશ બની પદાર્થના પકડ ધારી બની ફુલાવા અને પોતાના અહંકારને મજબૂત કરવા સિવાય આમાં બીજું શું છે ?
આવા તમામ પ્રકારના ગુરુઓ સહિત શિષ્યોને મુડે છે અને અંતકાળે તેમણે ભાગે પસ્તાવાનું આવે છે, મારા ભાઈ બહેનો જાગો અને સ્વને જાણીને સ્વમાં સ્થિર થાવ એજ પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ કરવાનો માર્ગ છે અને મુક્તિનો સત્ય માર્ગ છે.
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”
- Published in Blogs
ભય, ભ્રમ, ને ભ્રમજાળથી મુક્ત બનો
જીવનમા ભય ભ્રમ અને ભ્રમજાળ એ મનનું એવું એક વલણ છે, જે જીવનના સરળ સીધા સત્ય સ્વરૂપ વહેતા પ્રવાહને ઉધો વેગ આપે છે, અને ,વળાંક આપે છે, અને ચિત્તને વિકૃત પણ બનાવે છે , આમ મન સદાય ચંચળતાના નિરંતર ઓખરે ચડતા જ જીવનમાં બદબુ જ ઊભું કરતું જ રહે છે, અને તેથી જ નિર્ભયતા અભય, સત્યતા, નિશ્ચયાત્મકતા ,સમતા અને સ્થિત પ્રજ્ઞા જીવનમાં પાંગરી શક્યતા જ નથી ,પણ જો આધ્યાત્મિક આંતર સાધના કરવામાં આવે તો તેને સુદ્રઢ આધારની ભૂમિકામાં લઈ જાય છે, અને પછી જીવનમાં નિર્ભયતા, અભય અને ચિત્તનો પરમ વિશ્રામનો અનુભવ અને અનુભૂતિ કરાવે છે,
આ છે આધ્યાત્મિક સાધનાની સિધ્ધી, આવી સિધ્ધી બાહ્ય ચારોથી કદી પણ કોઈને પ્રાપ્ત થતી જ નથી, એટલે જ બાહ્યા ચારો એ કોઈ સાધના નથી ,પણ ભય ભ્રમ અને ભ્રમજાળ ઊભું કરવાનું મહા કારખાનું જ છે, આ કારખાનનો માલ છે, અહંકાર, વાસના અને દંભનું જંગલ
જો મનની ધુમરીઓ મટી જાય,ને ઓખારે ચડતું મન બંધ થાય તોજ ચિત્ત પરમ વિશ્રામમાં સ્થિર થઈ જાય છે ,ત્યારે જ મનની પાછળ જે અનંત શક્તિ રહેલી છે ,તે શક્તિઓ પ્રગટ થવા માંડે છે, ત્યારે મનની તમામ દીવાલો મિટાવી ને આ અનંત અને અદભુત શક્તિ સાથે સત્ય સાથે મિલન યોજવું તેનું નામ જ આધ્યાત્મિક આંતર સાધના છે.
માણસનું મન એ માણસે પોતાએ જ રચેલી રક્ષણની ઢાલ છે, ને આક્રમણની તલવાર છે, તેની પાછળ મૂળમાં આજના ધર્મે ઊભો કરેલો ભય, ભ્રમ ભ્રમજાળ , અહંકાર, તૃષ્ણા કામના વાસનાઓની લંગાર રહેલા છે, તેથી બાહ્યા ચારોના ધર્મ દ્વારા માણસ અંદરથી સ્વાધીન અને સંતૃપ્ત કદી પણ થતો જ નથી ,અને જ્યાં સુધી પૂર્ણ રૂપે સંતૃપ્ત નથી થતો, ત્યાં સુધી તે સદા આમ તેમ ધૂમર્યા જ માર્યા કરે છે, અને તેની જ ખેચતાંણમાં ભય ગ્રસ્ત બની જીવ્યા કરે છે,
ધર્મ તેને આંબા આંબલીઓ બતાવ્યાજ કરે છે અને તેની વાસનાં ને ઉશ્કેરે છે, અને વાસના તૃષ્ણા અને ઈચ્છા ત્યાં ચિત્તનો પરમ વિશ્રામ અશક્ય બને છે, અને ત્યાંતો હાજર હોય છે, ભય, ભ્રમ ભ્રમજાળ જેથી તનાવ, દુખ અને ચિંતા, આવ્યો હતો પરમ શાંતિ અને પરમ આનંદ પ્રાપ્ત કરી અમૃત મય જીવવા પણ અજ્ઞાનીઓનો પજો ફરી વળતાં હાથમાં રહ્યું છે, મનની વિહ્વળતા અને અશાંતિ
માણસ જ્યાં સુધી પોતાના ચિત્તને પૂર્ણ રૂપે પરમ વિશ્રામમાં સ્થિર ન કરે ત્યાં સુધી અંદરથી સ્વાધીન અને સંતુષ્ટ હોતો જ નથી, ત્યાં સુધી ખેચતાણં માજ જીવ્યા કરે છે,,
પોતાની જ ઇંદ્રિઓ આમ તેમ તેને ખેચે છે, આમ માણસ મનથી માંદો જ હોય છે, અને માંદા માણસની જેમ તે પોતાને જ નુકસાન કરે છે, આવો માણસ પોતાના જીવનમાં એવી વાસના કામના ઈચ્છા કરતો હોય છે, જે તેની ચંચલતામાં વૃધ્ધિ કરે છે,
આવી બધી જ ચંચળતાની વૃતિઓને કાબુમાં લેવાનું આધ્યાત્મિક સાધના શીખવે છે, અને શરીરની સાથે જોડાઈ ગયેલા મનને વિખુટુ પાડવાનો સત્ય સ્વરૂપ માર્ગ બતાવે છે, અને આધ્યાત્મિક આંતર સાધના જ હજારો પ્રકારની ઇચ્છાઓથી ધેરાયેલા મનને ઈચ્છા મુક્તિના અને પદાર્થની પકડ મુક્તિના શિખર ભણી લઈ જાય છે, અને ત્યાં સ્થિર કરે છે.
જ્યાં ચિત્ત પરમ વિશ્રામમાં સ્થિર હોય છે, કોઈપણ જાતનું કંપન હોતું નથી, અને અચલતા હોય છે, આવી શુધ્ધ અચલતામાં જ સ્વાધીનતાનો સ્વતંત્રતાનો અનુભવ અને અનુભૂતિ થતી હોય છે. માણસના મનનો સ્વભાવ હોય છે કે જેની તે ઈચ્છા કરે છે, તેના પર તેની સુંદરતાનો રંગ ચડાવે જ જાય છે,,અને જેનાથી ભાગી છૂટવા માણસ માગેતો તેને ખરાબ ચીતરી કાઢે છે, આમ માણસ જરાક રાગ દ્વેષ અને અહકારથી મુક્ત થઈ સ્વસ્થતા સાથે વિચારેતો મનના ખેલ માણસ પારખી કાઢે છે, આ પારખવાની શક્તિ જ આધ્યાત્મિક સાધના દ્વારા ઉપલબ્ધ થાય છે, કરવાની હોય છે,
આજ આખી સાધનાનો હેતુ છે, સત્ય સ્વરૂપ વિવેકમાં સ્થિર થવું છે, જો સાધના દ્વારા આવો સત્ય સ્વરૂપ વિવેક પ્રાપ્ત થાય તો પછી મને ઈચ્છેલી બહારની વસ્તુ પર તે આધાર રાખતો માણસ અટકી જાય છે, અને પછી આવું સ્વચ્છ આત્મ દર્શન મળે તો તેના સધળા કર્મનો આધાર ઈચ્છા -અનિચ્છા ક્રિયા -પ્રતિક્રિયા કર્તૃત્વ -અકર્તૃત્વ નહીં પણ સહજ સત્ય યુક્તતા યુક્ત બની જ જાય છે,,આમ જે પોતે આતરસાધના કરી મનને મારી શકે , પરમ મૌનમાં સ્થિર થઈ શકે ,શૂન્યતામાં સ્થિર થઈ શકે ઇંદ્રિઓની પારની અવસ્થામાં સ્થિર થઈને સાક્ષી ભાવમાં સ્થિર થાય તેજ જિંદગીનો જંગ જીતી શકે છે,
આધ્યાત્મિક આંતર સાધનામાં નિશ્ચિંતતા, સાતત્ય, સત્યતા, શ્રધ્ધા અને દ્રઢતા આપંચ રત્નનો સ્વીકારતો કરવો જ પડે છે, અને કોઈપણ પરિસ્થિતિમાં ચિત્તની સ્વસ્થતા, ,શુધ્ધતા અને પરમ વિશ્રામની અવસ્થા પ્રાપ્ત કરી ભ્રાંત અને શ્રાંત દર્શનમાંથી મુક્ત થતાં જ ક્રાંત અને શાંત દર્શનના શિખરે ચડવું જ જોઈએ, આ શીખરે પહોંચવાનું પહેલું પગથિયું , અહકારથી મુક્ત થઈ આત્મિક સત્યમાં સ્થિર થવું બીજું પગથિયું આત્મ વિશ્વાસ અને ત્રીજું પગથિયું આત્મા અને પરમાત્મામાં પૂરો ભરોસો હોવો જોઈએ આમ આધ્યાત્મિક સાધના દ્વારા આ ત્રણ પગલાં ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરી ભરવાના છે, આ ત્રણ સીડી પાર કરવી તેજ જીવનની સિધ્ધિ બની રહે છે, આજ અભય ની અવસ્થા પછી મૃત્યુનો પણ ભય રહેવા પામતો નથી એજ સિધ્ધી છે
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”
- Published in Blogs
ચિત્તનો પરમ વિશ્રામ, પ્રભુની ઉપલબ્ધિ
પરમાત્માની પ્રાપ્તિ માટે મથવાનું નથી, તેતો મળેલા જ છે , તે કદી ખોયા જ નથી કે શોધવા માટે પ્રયત્ન કરવા પડે, પરમતત્વ પરમાત્મા આપણો મૂળભૂત સ્વભાવ છે, તેતો સદાય મળેલા જ છે, તે આપણુ સ્વ સ્વરૂપ જ છે, સ્વધર્મ છે,
માત્રને માત્ર તમારે તમારા ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરવાનું છે, એટલે કે તમારે માત્ર કર્તૃત્વ ભાવ અને અહંકાર છોડવાના છે,,ભોગ અને ત્યાગ બંનેથી મુક્ત થઈને સ્વમાં જ સ્થિર થવાનું છે, આ સ્વ એજ પરમતત્વ છે, પરમાત્મા જ છે, ,આમ તમારા પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરવાનું છે,આ જો આ જીવનમાં કરી શક્યા એટલે તમો પરમાત્મા સ્વરૂપ જ છો, ક્યાંય પણ ભટકવાનું નથી,
તમો ભટકવા દોડ્યા એટલે કર્તૃત્વ અને અહંકારની પૂર્તિનો ભાવમાં સ્થિર છો, આની પૂરતી કરવાનો પ્રયત્ન એટલે જ જીવનની દોડ,.એટલે જ કહેવાયું છે, કે કર્મથી કદી પણ પરમાત્મા મળે જ નહીં, કર્મ એજ બંધન છે, અને તમો કર્મ માટે જ દોડો છો, તો ક્યાંથી ઉપલબ્ધ થાય,
એટલે કર્મ દ્વારા કદી પણ પરમાત્મા મળનાર નથી, કર્મ એટલે જ બહિરમૂર્ખતા છે , બહિરમૂર્ખતા એટલે જ દોડ અને દોડ એટલે પરમાત્મા દૂર, એટલે શોધવા માટે દોડ્યા કે ભટક્યા, ભટક્યા એટલે ભય, ભ્રમ અને ભ્રમજાળની સ્થિતિ એટલે પછી પરમાત્મા દૂર આકાશમાં છે, એવી ભ્રાંતિ,થાય છે,
આ બધાથી મુક્ત ચિત્ત કરીને માત્રને માત્ર તમારે તમારા પોતાનામાં જ સ્વમાં સ્થિર થવાનું છે,અને ચિત્તને પરમ વિશ્રામ આપવાનો છે, એનો અર્થ છે નિર્વિચારતા , પરમ મૌન અને શૂન્યની અને સાક્ષી ભાવની સ્થિતિનું નિર્માણ એટલે જ પરમાત્મ સ્વરૂપતા ,આ છે, આપણાં જીવનની પહેલી, જેમને પણ પરમાત્માની અનુભૂતિ અંતરમાંથી થઈ છે, અનુભવ થયો છે, તેમણે પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં જ સ્થિર કરેલ છે અને આજ કહ્યું છે, ,
બુધ્ધ ભગવાને ભોગનો ત્યાગ કરીને બાર વરસ સુધી અનેક ગુરુઓ પાસે દોડ્યા કર્યું ગુરુએ જે કહ્યું તે બધુ જ કર્યું કાઇ ઉપલબ્ધ થયું જ નહીં, ગુરુ પાસે કાઇ જ હોતું જ નથી, માત્ર ગબારા જ હોય છે, એટલે કાઇ મળે નહીં, અને જે કાઇ ગુરુ પાસેથી મળે છે તે માત્ર ભટકાવ અને ભય મળે છે, ,એટલે તેની પાસે દોડવું તેતો માણસની ધેલછા છે,
જે કાઇ પણ છે તે પોતાનામાં ધરબાયેલું જ છે, તેને ઉજાગર કરવામાં ગુરુ નકામો છે, તેની સ્પષ્ટ પ્રતીતિ બુધ્ધ ભગવાનને થઈ ગુરુની પાછળ ધૂમી ને શરીર સાવ ખલાસ કરી નાખ્યું નદીને પાર કરવાની પણ શક્તિ રહી નહીં, ને નિરાશ થઈ તમામ આશા અપેક્ષા ઈચ્છા વાસના અને તૃષ્ણા છોડી ને એક જાડ નીચે પરમ શાંત થઈને ચિત્તને પરમ વિશ્રામ આપી બેસી ગયા, બધુ જ છોડી દીધું અને પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં લીન કર્યું ને કાઇ પણ મેળવવાની ઇચ્છા જ રહી નહીં ,કે તુર્તજ અંદરથી પ્રાપ્ત થયું ને અનુભૂતિ થઈ અનુભવ થયો પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ થયો ને અંદરથી કઈક ધટ્યુ તેવો અનુભવ થયો તેમણે કહ્યું કે મે કશું પણ મેળવેલ નથી, જે અંદર હતું તેજ મને મળ્યું છે, બહારથી કાઇ જ મળ્યું નથી, અંદરથી જ ઉજાગર થયેલ છે,
આમ બુધ્ધ પુરુષ કહે છે તેને તો ધ્યાને લ્યો અજ્ઞાનીઓની પાછળ દોટ નુકસાન કારક જ સાબિત થાય છે, થઈ રહી છે, કોઈને કાઇ ઉપલબ્ધ થતું જ નથી, સિવાય ભ્રમ ભય ચિંતા તનાવ અને અસ્થિરતા , અને અચલતાની સ્થિતિ દૂર રહી જાય છે., ,
આજ વાત મહાવીર ભગવાનની છે, તેમણે તપ કરીને શરીર સાવ જ ખલાસ કર્યું પોતાની વૃતિઓથી સાવજ મુક્તિ પ્રાપ્ત કરી, વીતરાગતા ધારણ કરી એટલે કે ચિત્તને પરમ વિશ્રામ દીધો કે વીતરાગતા નિર્ગથતાં એજ પોતાના ચિતનો પરમ વિશ્રામ છે,, આ વિશ્રામ થયો કે તુર્તજ તેમને ધટ્યુ છે, અને કહ્યું કે આત્મા એજ પરમાત્મા છે, બીજો કોઈ આ જગતમાં પરમાત્મા છે, જ નહિ ,એટલે જે કાઇ પણ છે, તે આપણા પોતાના સ્વમા જ સંગ્રહાયેલું છે ,તેને શોધો આ શોધવા માટે તમામ બહારની દોડ નકામી છે,
આજ વાત ક્રષ્ણ ભગવાને ગીતામાં કહી છે, તેમણે સ્થિત પ્રજ્ઞ થવા નું કહ્યું તે છે, જીવનમા અચલતા સ્થિરતા એટલે જ ,ચિત્તનો પરમ વિશ્રામ છે , ત્રિગુણી પ્રકૃતિમાં સ્થિરતા એટલે જ ચલતા છે, અને ત્રિગુણાતીત, એટલે જ પૂર્ણ રૂપે અચલતા છે, એજ ચિત્તની પરમ વિશ્રામ અવસ્થા છે, આ સ્થિતિ પ્રાપ્ત કરવા ક્રષ્ણ ભગવાને કહ્યું છે,
જગતમાં કોઈ બુધ્ધ પુરુષે કહ્યું નથી બાહ્ય ક્રિયા કાંડ, કર્મ ક્રિયા કે લાકડા બાળવાથી કે સાંભળવાથી પરમાત્માની અનુભૂતિ કે અનુભુવ થાય છે, આતો અજ્ઞાનીઓની માયા જાળ છે, તેમાંથી મુક્ત થાવ અને તમારા જ પોતાના ચિત્તને પરમ વિશ્રામ અવસ્થામાં સ્થિર કરવા મથો કદાચ પૂર્ણ રૂપે પહોંચી ન શકો તો પણ આ માર્ગ દ્વારા કદી પણ દુર્ગતિ થતી જ નથી સદગતિ જ હાથમાં આવે છે ,જ્યારે બહિરમૂર્ખતામાં તો નિરંતર દુર્ગતિ જ હાથમાં આવે છે, સદગતિ થવાની કોઈ પણ પરિસ્થિતિમાં શક્યતા જ નથી એટલું શુધ્ધ અંતરથી જાણો, ,
આજે અનેક માણસો દોડે છે કથાઓ , સાંભળે છે, અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, કોઈને કાઇ પણ ધટતું નથી, તે આજની વાસ્તવિકતા છે, બધો જ બહારનો ભટકાવ જ સાબિત થાય છે, મૃત્યુ આવી પડે છે ત્યારે થાય છે કયા ગયા હતાતો ક્યાંય નહીં તેવો ધાટ સાબિત થાય છે,અને દુર્ગતિ જ હાથમાં આવે છે , આ પરિસ્થિતિમાંથી મુક્ત તમારા પોતાના જ ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરો એજ સર્વોત્તમ ઉપાય છે, આનાથી તમોને સદગતિ મળશે એમ જગતના બુધ્ધ મહામાનવો કહી ગયા છે, તેને તો જાણો ને ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરો ત્યાંજ સદગતિ છે.
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”
- Published in Blogs








Recent Comments