પરમાત્માની પ્રાપ્તિ માટે મથવાનું નથી, તેતો મળેલા જ છે , તે કદી ખોયા જ નથી કે શોધવા માટે પ્રયત્ન કરવા પડે, પરમતત્વ પરમાત્મા આપણો મૂળભૂત સ્વભાવ છે, તેતો સદાય મળેલા જ છે, તે આપણુ સ્વ સ્વરૂપ જ છે, સ્વધર્મ છે,
માત્રને માત્ર તમારે તમારા ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરવાનું છે, એટલે કે તમારે માત્ર કર્તૃત્વ ભાવ અને અહંકાર છોડવાના છે,,ભોગ અને ત્યાગ બંનેથી મુક્ત થઈને સ્વમાં જ સ્થિર થવાનું છે, આ સ્વ એજ પરમતત્વ છે, પરમાત્મા જ છે, ,આમ તમારા પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરવાનું છે,આ જો આ જીવનમાં કરી શક્યા એટલે તમો પરમાત્મા સ્વરૂપ જ છો, ક્યાંય પણ ભટકવાનું નથી,
તમો ભટકવા દોડ્યા એટલે કર્તૃત્વ અને અહંકારની પૂર્તિનો ભાવમાં સ્થિર છો, આની પૂરતી કરવાનો પ્રયત્ન એટલે જ જીવનની દોડ,.એટલે જ કહેવાયું છે, કે કર્મથી કદી પણ પરમાત્મા મળે જ નહીં, કર્મ એજ બંધન છે, અને તમો કર્મ માટે જ દોડો છો, તો ક્યાંથી ઉપલબ્ધ થાય,
એટલે કર્મ દ્વારા કદી પણ પરમાત્મા મળનાર નથી, કર્મ એટલે જ બહિરમૂર્ખતા છે , બહિરમૂર્ખતા એટલે જ દોડ અને દોડ એટલે પરમાત્મા દૂર, એટલે શોધવા માટે દોડ્યા કે ભટક્યા, ભટક્યા એટલે ભય, ભ્રમ અને ભ્રમજાળની સ્થિતિ એટલે પછી પરમાત્મા દૂર આકાશમાં છે, એવી ભ્રાંતિ,થાય છે,
આ બધાથી મુક્ત ચિત્ત કરીને માત્રને માત્ર તમારે તમારા પોતાનામાં જ સ્વમાં સ્થિર થવાનું છે,અને ચિત્તને પરમ વિશ્રામ આપવાનો છે, એનો અર્થ છે નિર્વિચારતા , પરમ મૌન અને શૂન્યની અને સાક્ષી ભાવની સ્થિતિનું નિર્માણ એટલે જ પરમાત્મ સ્વરૂપતા ,આ છે, આપણાં જીવનની પહેલી, જેમને પણ પરમાત્માની અનુભૂતિ અંતરમાંથી થઈ છે, અનુભવ થયો છે, તેમણે પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં જ સ્થિર કરેલ છે અને આજ કહ્યું છે, ,
બુધ્ધ ભગવાને ભોગનો ત્યાગ કરીને બાર વરસ સુધી અનેક ગુરુઓ પાસે દોડ્યા કર્યું ગુરુએ જે કહ્યું તે બધુ જ કર્યું કાઇ ઉપલબ્ધ થયું જ નહીં, ગુરુ પાસે કાઇ જ હોતું જ નથી, માત્ર ગબારા જ હોય છે, એટલે કાઇ મળે નહીં, અને જે કાઇ ગુરુ પાસેથી મળે છે તે માત્ર ભટકાવ અને ભય મળે છે, ,એટલે તેની પાસે દોડવું તેતો માણસની ધેલછા છે,
જે કાઇ પણ છે તે પોતાનામાં ધરબાયેલું જ છે, તેને ઉજાગર કરવામાં ગુરુ નકામો છે, તેની સ્પષ્ટ પ્રતીતિ બુધ્ધ ભગવાનને થઈ ગુરુની પાછળ ધૂમી ને શરીર સાવ ખલાસ કરી નાખ્યું નદીને પાર કરવાની પણ શક્તિ રહી નહીં, ને નિરાશ થઈ તમામ આશા અપેક્ષા ઈચ્છા વાસના અને તૃષ્ણા છોડી ને એક જાડ નીચે પરમ શાંત થઈને ચિત્તને પરમ વિશ્રામ આપી બેસી ગયા, બધુ જ છોડી દીધું અને પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં લીન કર્યું ને કાઇ પણ મેળવવાની ઇચ્છા જ રહી નહીં ,કે તુર્તજ અંદરથી પ્રાપ્ત થયું ને અનુભૂતિ થઈ અનુભવ થયો પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ થયો ને અંદરથી કઈક ધટ્યુ તેવો અનુભવ થયો તેમણે કહ્યું કે મે કશું પણ મેળવેલ નથી, જે અંદર હતું તેજ મને મળ્યું છે, બહારથી કાઇ જ મળ્યું નથી, અંદરથી જ ઉજાગર થયેલ છે,
આમ બુધ્ધ પુરુષ કહે છે તેને તો ધ્યાને લ્યો અજ્ઞાનીઓની પાછળ દોટ નુકસાન કારક જ સાબિત થાય છે, થઈ રહી છે, કોઈને કાઇ ઉપલબ્ધ થતું જ નથી, સિવાય ભ્રમ ભય ચિંતા તનાવ અને અસ્થિરતા , અને અચલતાની સ્થિતિ દૂર રહી જાય છે., ,
આજ વાત મહાવીર ભગવાનની છે, તેમણે તપ કરીને શરીર સાવ જ ખલાસ કર્યું પોતાની વૃતિઓથી સાવજ મુક્તિ પ્રાપ્ત કરી, વીતરાગતા ધારણ કરી એટલે કે ચિત્તને પરમ વિશ્રામ દીધો કે વીતરાગતા નિર્ગથતાં એજ પોતાના ચિતનો પરમ વિશ્રામ છે,, આ વિશ્રામ થયો કે તુર્તજ તેમને ધટ્યુ છે, અને કહ્યું કે આત્મા એજ પરમાત્મા છે, બીજો કોઈ આ જગતમાં પરમાત્મા છે, જ નહિ ,એટલે જે કાઇ પણ છે, તે આપણા પોતાના સ્વમા જ સંગ્રહાયેલું છે ,તેને શોધો આ શોધવા માટે તમામ બહારની દોડ નકામી છે,
આજ વાત ક્રષ્ણ ભગવાને ગીતામાં કહી છે, તેમણે સ્થિત પ્રજ્ઞ થવા નું કહ્યું તે છે, જીવનમા અચલતા સ્થિરતા એટલે જ ,ચિત્તનો પરમ વિશ્રામ છે , ત્રિગુણી પ્રકૃતિમાં સ્થિરતા એટલે જ ચલતા છે, અને ત્રિગુણાતીત, એટલે જ પૂર્ણ રૂપે અચલતા છે, એજ ચિત્તની પરમ વિશ્રામ અવસ્થા છે, આ સ્થિતિ પ્રાપ્ત કરવા ક્રષ્ણ ભગવાને કહ્યું છે,
જગતમાં કોઈ બુધ્ધ પુરુષે કહ્યું નથી બાહ્ય ક્રિયા કાંડ, કર્મ ક્રિયા કે લાકડા બાળવાથી કે સાંભળવાથી પરમાત્માની અનુભૂતિ કે અનુભુવ થાય છે, આતો અજ્ઞાનીઓની માયા જાળ છે, તેમાંથી મુક્ત થાવ અને તમારા જ પોતાના ચિત્તને પરમ વિશ્રામ અવસ્થામાં સ્થિર કરવા મથો કદાચ પૂર્ણ રૂપે પહોંચી ન શકો તો પણ આ માર્ગ દ્વારા કદી પણ દુર્ગતિ થતી જ નથી સદગતિ જ હાથમાં આવે છે ,જ્યારે બહિરમૂર્ખતામાં તો નિરંતર દુર્ગતિ જ હાથમાં આવે છે, સદગતિ થવાની કોઈ પણ પરિસ્થિતિમાં શક્યતા જ નથી એટલું શુધ્ધ અંતરથી જાણો, ,
આજે અનેક માણસો દોડે છે કથાઓ , સાંભળે છે, અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, કોઈને કાઇ પણ ધટતું નથી, તે આજની વાસ્તવિકતા છે, બધો જ બહારનો ભટકાવ જ સાબિત થાય છે, મૃત્યુ આવી પડે છે ત્યારે થાય છે કયા ગયા હતાતો ક્યાંય નહીં તેવો ધાટ સાબિત થાય છે,અને દુર્ગતિ જ હાથમાં આવે છે , આ પરિસ્થિતિમાંથી મુક્ત તમારા પોતાના જ ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરો એજ સર્વોત્તમ ઉપાય છે, આનાથી તમોને સદગતિ મળશે એમ જગતના બુધ્ધ મહામાનવો કહી ગયા છે, તેને તો જાણો ને ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરો ત્યાંજ સદગતિ છે.
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”




Recent Comments