ગુજરાત દર્પણ ( અમેરિકા) ના શ્રી સુભાષભાઈ શાહના ધર્મપત્નિ તથા શ્રી કલ્પેશ શાહના માતૃશ્રી સુશ્રી ભગવતીબેન સુભાષભાઈ શાહનું 26 જૂન 2021 શનિવારના રોજ હૃદય રોગના હુમલાથી ઇઝલીન, ન્યુજર્સી- યુએસએ ખાતે દુઃ ખદ અવસાન થયું છે. તેમનો જન્મ 21 જાન્યુઆરી 1952 ના રોજ થયો હતો. તેમણે26 જૂન 2021 ના રોજ સવારે અંતિમ શ્વાસ લીધા.
નેવુંના દાયકાની શરૂઆતમાં વતન નડિયાદથી અમેરિકા આવ્યા ત્યારે નોકરી નથી કરવી તેવું સુભાષભાઈએ મન બનાવ્યું. ભારતમાં પ્રિન્ટીંગ વ્યવસાય સાથે પરિવાર સંકળાયેલ. આથી ગુજરાત દર્પણ નિ:શુલ્ક માસિકની શરૂઆત કરવામાં ભગવતીબહેન સક્રિય સહયોગી જીવન પર્યંત રહ્યાં.
સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ (સ્વજન) ની સ્થાપનામાં તેઓ સહયોગી બન્યાં, એટલું જ નહી, તેની મહિલા પાંખની જવાબદારી પણ સુપેરે સંભાળી.
છેલ્લાં કેટલાંક વર્ષોથી વુડબ્રીજ મહિલા પાંખના પ્રમુખ તરીકે સુંદર કામગીરી કરી યાદગાર કાર્યક્રમો આયોજીત કર્યા.
ખડાયતા વણિક સમાજના કાર્યક્રમોમાં તેમનો સહયોગ હંમેશાં રહ્યો.
એક ગૃહિણીમાંથી સામાજિક કાર્યકર્તા તરીકેની તેમની યાત્રા સદૈવ પ્રેરણાદાયી બની રહેશે.
સદગતના પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
તેમજ શ્રી સુભાષભાઈ અને શ્રી કલ્પેશભાઈ શાહના પરિવારને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. જે સહન કરવા માટે પરમાત્મા પરિવારને શક્તિ આપે તેવું આશ્વાસન પાઠવીએ છીએ.
પરિવારના પુત્રી મૌલિકા, ડો. સમીર શાહ, પૌત્ર શ્રેય,
તથા પુત્રવધૂ તેજલ, તથા પૌત્રો કુશ તથા ક્રીસ સહિત બહોળા પરિવારજનો તથા સ્નેહીજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
પરિવારનો સંપર્ક:
શ્રી સુભાષભાઈ શાહ
1 ( 732 ) 875 -8688 તથા શ્રી કલ્પેશ શાહ
1 ( 732 ) 829 -8400
પર કરી શકાશે.
————————-
સદગત ભગવતીબેન, ગુજરાત દર્પણ (અમેરિકા) ની પ્રાર્થના સભાનું આયોજન
જુલાઈ 03, 2021 શનિવારના રોજ શ્રી ઉમિયા ટેમ્પલ
1697 ઓક ટ્રી રોડ, એડિસન, ન્યુજર્સી ખાતે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન કરાયુંછે.
Recent Comments