×

HOW TO CONNECT WITH US

1 E-Mail: info@swargbook.com
2 Call Us: M: +91 85113 95067
3 WhatsApp:  +91 85113 95067

If you still have problems, please let us know, by sending an email to support@swargbook.com . Thank you!

SERVICE HOURS

Mon-Fri 9:00AM – 09:00PM
Sat – 9:00AM-09:00PM
Sundays OFF!

માનવનું  જીવન જ પરમાત્મા સ્વરૂપ છે , આત્મા એજ પરમાત્મા છે, તમારું સ્વ સ્વરૂપ પરમાત્મા છે, તેથી માત્ર આત્મિક સત્યમાં સ્થિર થઈને  સત્ય સ્વરૂપ થઈ તમારા પોતાના  સત્ય આધારિત  જીવન જીવો એજ પરમાત્મા સ્વરૂપતા છે, બીજાનું  કે શાસ્ત્રોનું  કે  કથાકારનું કે સત્સંગીઓનું કે  ગમે તેનું સત્ય ગમે તેવું સત્ય હોય તે આપણુ  સત્ય કદી  પણ બનતું જ  નથી, એટલું સ્પષ્ટ  જાણો,

બીજાનું સત્ય હમેશા  ઊંડા ખાંડામાં ઉતારે જ  છે, ને દોરડું ઉપરથી કાપી નાખે છે, જેથી ભય ભ્રમ અને ભ્રમજાળ માંથી બહાર નીકળી જ શકાતું નથી, તે આપણે આટલા વર્ષોના  અનુભવથી કહી શકીએ છીએ,આજે  આપણે સૌ બીજાના સત્ય પ્રમાણે ચાલીયે છીએ હાથમાં માત્ર ગળે ફાંસો ખાવાનું  દોરડું જ રહે છે,

જ્યારે આપણે  આપણુ  જ પોતાનું  આત્મિક સત્યનું આચરણ કરતાં જ  આપણુ સમગ્ર  આધ્યાત્મિક પરિવર્તન કરી આપણને  પરમ શાંતિ પરમ આનંદ  અને ચિત્તની પરમ વિશ્રાંતિ  ઉપલબ્ધ કરાવે છે, આ છે  આત્મિક  સત્યની ફળશ્રુતિ અને  તેની પ્રતિભાનું પરિણામ, .

અસલમાં બહિર્મુખી થઈને  બહાર ભમનાર  બધાજ  પલાયન વાદીઓ જ છે,તેઓ બધાજ પોતાના સ્વથી  બચવા  જ્યાં ત્યાં  જાય છે, કોઈ શરાબ  શોધે છે, તો કોઈ ટીવીના કાર્યક્રમો શોધે છે , તો કોઈ સિનેમા શોધે છે , કોઈ કથાકારોને શોધે છે, ,કોઈ સત્સંગીઓને શોધે છે ,કોઈ સેકસ શોધે છે, તો કોઈ ધાર્મિક સ્થળો શોધે છે, ,કોઈ મિત્ર શોધે છે, કોઈ ધંધો શોધે છે, કોઈ વાદ વિવાદ શોધે છે,કોઈ શાસ્ત્રોનું ગાંગરે છે, આમ બહારની શોધ  ચાલુ જ રહે છે , આમ માણસ પોતાની આખી  જિંદગી ભર  બહાર જ શોધે છે, જેથી સ્વ સ્વરૂનો ખ્યાલ જ હોતો નથી,, જેથી પોતાને જ પોતાની જાતની  ખબર હોતી નથી અને સ્વને જાણતો જ નથી, સ્વ સ્વરૂપ એજ પોતાનું  પરમાત્મા સ્વરૂપ છે, તેમાં સ્થિર થતો જ નથી ,  , ,

આમ આપણે  કોઇ પણ રીતે  પોતાના  જ સ્વને જ  ભૂલીને જ જીવીએ છીએ, જે  કાઇ પ્રાપ્ત કરવાનું છે, ઉપલબ્ધ કરવાનું છે,  તે સ્વ સ્વરૂપમાં અંદર જ  છે ,અંદર ઉતરતા જ  ભય અનુભવીએ છીએ, ,આપણુ  અસલી રૂપતો અંદર છે,,

બહારનો રંગ રોગાન કરેલ દંભ યુક્ત જીવન હોય છે, એટલે  જેવા છીએ તે નિરંતર છુપાવીએ છીએ,  અને જેવા આદર્શ માણસ હોવો જોઈએ તેવા આદર્શ  દેખાઈએ છીએ, આમ ડોકમાં માળા ને બગલમાં છુરી અને મુખમે રામ  આમ ત્રી  અર્થી જીવન જીવીએ છીએ,, જેથી પરમ શાંતિ કે આનંદનો  અનુભવ થવા જ પામતો નથી,.

આપણે ખરે ખર  જિદગી શોધવી હોયતો  પહેલા તો  પોતાના ધરે જ જવું જોઈએ ,ત્યાંથી જ જીવનની આનંદ યાત્રા  શરૂ થઈ શકે છે , જ્યારે જીવન જ પરમાત્મા છે, ત્યારે જ જીવન આપણાથી જ શરૂ થાય છે,

જો આપણી  પરમ ચેતનાની  જાગૃતિ  જેટલી  ફેલાશે  એટલા જ પ્રમાણમાં  આનંદ વધશે, જેમાંથી  આનદ ઉપલબ્ધ કરવો છે, તેને જ  જાણતો હોવો જ  જોઈએ,  ને કે મારી પરમ ચેતના જ આનંદ સ્વરૂપ  છે, ત્યાંથી પરમ  આનંદ અને પરમ શાંતિ ઉપલબ્ધ  થઈ શકે છે અને તેમાં સ્થિર થવું જરૂરી છે, બીજે ક્યાંય રસ્તામાં પરમ આનંદ કે પરમ શાંતિ પડેલ નથી, કે મળી જાય, પરમ આનંદ પરમ શાંતિ અને પરમ જ્ઞાન  અંદર પરમ ચેતનામાં જ સ્થિર છે,  ,

આ માટે પણ જાતને અને  પરમ ચેતનાને જાણવી જોઇએ તેમાં સ્થિર થવું  જોઈએ તે તો  આપણે કરવું નથી, અને અંદર ઉતર વાને બદલે બહાર  જ ભટકવું છે તો  કદી  પણ પરમ આનંદ પરમ શાંતિ અને પરમ જ્ઞાન  ઉપલબ્ધ થનાર જ નથી ,

જે કૂવામાં પાણી જ નથી એ કૂવામાં ડોલ  નાખ્યા જ કરો તો પાણી ડોલમાં આવેજ નહીં  ડોલ ખાલીજ રહેવાની એમ પરમ  ચેતનામાં  સ્થિર થયા  વિના  જીવન ખાલી જ રહેવાનું ,એ નક્કી છે,

માણસ પોતાની જ ત્રિગુણ મયી  પ્રકૃતિથી  ઉપર ન ઉઠે  પોતાના વાસ્તવિક સ્વ સ્વરૂપને જ પિછાણે નહીં  ત્યાં સુધી કાચો જ ધડો છે અને કાચો ધડો ગમે ત્યારે ફૂટી જ જાય છે,, ,

પોતાના જ ચિત્તને  બહાર ભટકતું અટકાવી પોતાની વૃતિઓને  આંતર્મુખી  કરીને રહેવું જોઈએ અને  પોતાની આવી ઉન્મની  અવસ્થાની  વાત પણ ન કરવી  અને સામો માણસ  અપમાન કરી બેસે, અને તે ક્રોધથી  તપી જાય તો પણ આપણે તો શીતળ જળની જેવા થવું  ક્ષમાશીલ બનવું  ચલિત થવું નહીં, અચલ રહેવું તેજ આપણી  સાધના છે. તેજ પોતાની જ જાતમાં સ્વમાં ,સ્થિરતા  છે, ,

આ જગતમાં  પોતાનો પ્રભાવ વધારવા  સૌ કોઈ શાસ્ત્રોનું  ગાંગરેજ જાય  છે, આ ગાંગરવાનું ફળ આવે છે, કે નહિ તેની કોઈને ખબર જ  નથી,, ગાંગરવું તેજ  ધર્મ સમજી બેઠા છે, અને પોતે મોટા  ધાર્મિક છે, સુધારક છે,  તેવું માને છે,  આવી જ  સૌ કોઈ  ઈચ્છા કરે છે, આ ઈચ્છા જ નઠારી સાબિત થાય  છે, ,

કોઈને  પણ ગાંગરતા પહેલા પોતાનો સ્વભાવ બદલવો નથી, કે આત્મિક સત્યમાં સ્થિર થવું જ નથી, પોતાના ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરી અહંકાર અને કર્તૃત્વ વાસનાઓથી મુક્ત થઈ  આંતર જ્ઞાન પ્રાપ્ત કરવું જ નથી,

માત્રને માત્ર  શાસ્ત્રોનું  માત્ર ગાંગરવું જ છે, શાસ્ત્રોમાં સત્ય છુપાયેલ નથી, સત્ય તો  આત્મામાં છુપાયેલ છે, તેતો અંદર  ઉતરી મેળવવું નથી, આમ આત્મજ્ઞાન મેળવ્યા વિના  આમ સ્વભાવ બદલ્યા વિના આત્મિક સત્યમાં સ્થિર થયા વિના, અહંકાર રહિત થયા વિના  શાસ્ત્રોનું ગાંગરેજ જાય છે,,ને તે  પોતાનો પ્રભાવ પાથરતો જ  જાય છે ,પ્રભાવ પાઠરવો અનેપદાર્થ  ભેગો કરવો તેના પકડ ધારી બનવું અને આસક્તિ યુક્ત જીવવું એજ   અજ્ઞાન ની નિશાની છે,

જ્યાં પણ n પદાર્થનઇ પકડ આસક્તિ મોહ અને અહકાર ત્યાં જ્ઞાનની હાજરી નથી,  આમ ગાંગરીને  માત્રને માત્ર ધૂળ ઉપર  લીપણ જ કરે છે, ,,

આમ આવું ગાંગરીને  ધનથી  કે બુધ્ધિના   કાવા  દાવાથી  તે પોતાની  પ્રતિષ્ઠા   ઊભીતો  કરે છે, અને શાસ્ત્રોનું  ગંગારવાના પદાર્થ  પણ પુષ્કળ મેળવે છે, પણ કોઈનું આધ્યાત્મિક રીતે પરિવર્તન કરાવી શકતા  નથી, કે  કોઈને પરમ શાંતિ કે આનંદમાં સ્થિર  કરી શકતા  જ નથી, તે આજની વાસ્તવિક સત્ય હકીકત છે,

આમ  ગાંગરવું એ ઊધી  ગાગર પર  વરસાદનું પાણી ભરવાની  વીધી  જ પુરવાર થાય છે , તે આજની સત્ય હકીકત છે, છતાં ચાલે છે

,ગાંગરનારને ખબર  જ નથી કે  ધર્મ કદી  ટોળામાં હોય શકે જ નહીં , ધર્મ એતો  વ્યક્તિગત  ઉત્થાનની  સત્ય સ્વરૂપ પ્રક્રિયા છે ,અને તે આત્મિક સત્યના અનુસરણ દ્વારા જ ઉપલબ્ધ થાય છે, આત્મિક સત્યનું અનુસરણ એજ ધર્મ છે,

માનવ જીવનમાં પરમ જ્ઞાન  કદી પણ , સાંભળવાથી   કોઈને પરમ જ્ઞાન  ઉપલબ્ધ થયાનો આ દુનિયામાં એક પણ દાખલો નથી છતાં  આજે અજ્ઞાનીઓ  ગાંગરેજ  જાય  છે, તે આજની હકીકત છે,,

જ્યાં સુધી માણસ પોતાનામાં રહેલા  સત્વ,રજસ અને તમસ આ  ત્રણે ગુણોની  પ્રકૃતિને  આંતર સાધના દ્વારા વશ જ ન કરે   અને પોતાની  પંચ  ઇન્દ્રિયનું  જોર શેનાથી છે, તે શોધી ન  કાઢે  અને અષ્ટધા  પ્રકૃતિ  જેમાં પૃથ્વી  જળ  અગ્નિ  વાયુ આકાશ મન બુધ્ધિ  અને અહકાર  આ અષ્ટધા  પ્રકૃતિ અને  આઠ પ્રહરના  કાલચક્રના  આરા આંતર સાધના દ્વારા   છેદી ન   નાખે, ભેદી ન નાખે, અને   પોતાની જ પ્રકૃતિના  નિમ્ન ગામી  પ્રવાહમાં તણાય  જવાને બદલે,  જ્યાં આ ત્રણે  ગુણ મળી  જાય છે,  તે સામ્ય  અવસ્થાને કાંઠે  હંસની જેમ   ક્ષીર અને નિર ને  પારખતી  સહજ  સત્ય સ્વરૂપ  વિવેક શક્તિ અંતરમાંથી ઉપલબ્ધ ન  કરે,  ત્યાં સુધી સત્યને  પામી શકે જ નહીં ,

આ બધાને આધ્યાત્મિક આંતર સાધના કરી વશ કરો,  એટલે જ પરમ  શુધ્ધ પરમ આનંદ અને પરમ શાંતિ નું સ્વસ્થ ચિત્તે પાન કરી જ શકો છો  એજ  પરમાત્મા સ્વરૂપતા છે, ,

ત્યાંજ પરમ  જ્ઞાન છે, અને આવું પરમ  જ્ઞાન છે, ત્યાંજ  પરમ આનદ અને પરમ શાંતિ અને સત્યની પ્રાપ્તિ છે, એટલું જાણો એજ પરમાત્મા સ્વરૂપતા છે, એજ જીવનનું અમૃત ફળની  ઉપલબ્ધિ છે,

Written By : તત્વચિંતક વી પટેલ  

Check out #1 platform for shradhanli online and obituary online - "www.swargbook.com"

TOP