
પરમ તત્ત્વ પરમાત્મા એ કાઇ બહાર નથી, બાહ્ય ચારોમાં નથી, જ્ઞાન એ કાઇ શાસ્ત્રોમાં નથી, જ્ઞાન એ કાઇ ભૂતકાળ કે ભવિષ્ય કાળે ધટનારી કોઈ ધટના પણ નથી ,તેતો વર્તમાનમાં આપણી પરમ ચેતના હર પળે હર ક્ષણે વ્યાપક રીતે હાજર જ છે,.તેને જ અનુભવો,અને અનુસરો સત્યતા પૂર્વક,
સત્યની પરમ ચેતનાની સત્તા આપણી ભીતરમાં કામ કરી જ રહી છે, તેને ,એક વખત આધ્યાત્મિક આંતર સાધના દ્વારા સમગ્ર અસ્તિત્વ સાથે અંતરની સત્ય સ્વરૂપ અંતરની સુરતા સાથે જો જોડાય જાવ, જો જોડાય જવાય એટલે પછી તે બધુ જ સંભાળી જ લેશે,
માત્ર તમારે તમો તમારો અહકાર રાગ દ્વેષ અને ઇચ્છાથી મુક્ત થાવ, અને પરમ મૌન થાવ એટલે જ પરમ તત્ત્વ પરમ મિત્ર બની જ રહે છે,, આ મિત્રએ તમારું પોતાનું જ સત્ય છે, કદી પણ તમારું અહિત કરશે જ નહીં, અને સત્યના માર્ગે જ ચલાવશે,અને ઊર્ધ્વ કરણ કરશે અને એજ સત્ય સ્વરૂપ તમારો ગુરુ છે, જગતમાં આજ સત્ય સ્વરૂપ ગુરુ છે,
આ માટે જીવનમા જરૂર છે અંતરની ભીતરમાં ઉતરી કામના, વાસના, અહંકાર અને ઈચ્છા જ નિર્મૂલન કરવાની છે, જ્યારે આ નિર્મૂલન થાય છે, ત્યારે તમો પોતે જ પરમ શાંત થઇ જાવ છો ,ત્યારે જ તમોને અંતરમાંથી નવા નવા દર્શન અને નવું નવું જ્ઞાન , આત્મામાંથી સતત આવ્યા જ કરે છે.,જ્ઞાનનો જરો ફૂટે છે, જ્ઞાનના ફુવારાની પ્રતીતિ થાય છે,, તેજ જ્ઞાન છે,
આ વખતે અનેક પ્રકારની અંતરમાંથી સ્ફુરણા થાય છે, ત્યારે શાસ્ત્રો નકામા બની જાય છે, કથા વાર્તા સતસંગ બધુજ નકામા સાબિત થાય છે, અને આત્મામાંથી ખરું જ્ઞાન ઉપલબ્ધ થાય છે, આ જ્ઞાન એટલે આપણી પૂર્ણતા સંશયથી મુક્તિ , અભયમા , વિશાળતામાં ,અને સમાનાં ભાવમાં સ્થિરતા એનું નાંમ જ્ઞાન છે, એજ સત્ય ધર્મ ,
તમને ખબર નથી, તારા પોતાના હ્રદયમાં કોણ બેઠું છે, તેજ સત્ય છે, જેને તું શોધી રહ્યા છો જે બહાર ક્યાંય નથી, તમારા જ હ્રદયમાં સત્ય બેઠું છે,, સત્ય શોધવા વાળો અને સત્ય બંને અલગ નથી, તમો પોતે જ અમૃતનો બાળક છો, તમારા જ હ્રદયમાં પરમાત્મા બેઠા જ છે, બહાર ક્યાંય નથી કે તને મળી જાય તેતો ભટકાવ છે,
તમો માત્ર બહાર ભટકવાનું બંધ કરો, અંદર ઊતરો અને તુ જ તમારો સત્ય જ દિપક બનશે અને દિપકને પણ તમારે પેટાવવા કે કોઈ પેટાવી દે તેવી આશા જ પણ રાખશો નહીં , દેહ જ આત્માનું મંદિર છે, તેને જ હ્રદયથી સન્માન આપો, તેનો જ અંતરથી , હ્રદયથી સત્કાર કરો, કારણ કે દેહના મંદિરમા જ પરમાત્મા બિરા જમાંન છે,, એજ સત્ય સ્વરૂપ એજ ધર્મ છે અને ,સાચું મંદિર છે,
આપણુ મન સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે, તે સંકલ્પ વિકલ્પ કર્યા વિના રહી જ શકતું નથી ,એક સંકલ્પ હજી પૂરો થયો ન હોય ત્યાં બીજો કરે છે, આમ સંકલ્પ વિકલ્પની હારમાળા ચાલુ જ રહે છે, જરા તેની નોંધ કરશો તો તમો પોતે જ ચકિત અને દંગ થઈ જશો, કે હું સાવ જ આવો છું,
આમ આપણુ મન સંકલ્પમાં વિકલ્પમા જ જીવે છે, એટલે જ આધ્યાત્મની આંતર સાધના કરી પરમ મૌન થવું અને અને મનથી મુક્ત થવા પર ભાર મૂકવામાં આવેલ છે, છે, મનથી મુક્ત એટલે જ જ્ઞાનનો આવિર્ભાવ છે,, જ્યાં સુધી મન છે, ત્યાં સુધી જ્ઞાન નથી, પણ ભટકાવ છે, ,
જીવનમાં સૌથી મોટી અને અગત્યની વાત પહેલું ડગલું આત્મિક સત્ય સ્વરૂપ થઈને ઉપાડવાનું છે, જો તે ઠીક રીતે પહેલું પગલું આત્મિક સત્યનું ઉપડ્યું તો પછી મંજિલ દૂર રહેવા પામતી જ નથી, સત્ય જ સત્ય પાસે લઈ જાય છે, અને પછી અટકે છે,જે આપણી આખરી મંજિલ હોય છે, , ,
માનવ જીવનમાં કોઈને પણ અસત્ય દ્વારા જગતમાં કોઈને સત્ય મળ્યા નો દાખલો નથી, કે બીજાના સત્ય દ્વારા મળ્યાનો પણ જગતમાં દાખલો નથી, જેમને જગતમાં સત્ય મળ્યું છે, અનુભૂતિ કરેલ છે, અનુભવ કરેલ છે, તેને પોતાના આત્મિક સત્ય દ્વારા જ મળેલ છે,, એટલું જાણો,
આ જગતમાં બાહ્યા ચાસરો એ કોઈ તમારા પોતાના સત્યને પ્રાપ્ત કરવાનો માર્ગ નથી, એટલે તમારા પોતાના આત્મિક સત્યમાં સ્થિર થાવ એજ ધર્મનું આચરણ છે અને એજ પૂર્ણતાએ લઈ જ જશે, , ,
ગીતા સ્પષ્ટ કહે છે કે દરેકે પોતાના જ સ્વધર્મમાં સ્થિર થવું જરૂરી છે, સ્વધર્મનો અર્થ જન્મથી મળેલો, સ્વીકારેલો હિન્દુ, મુસલમાન ઈસાઈ ધર્મ એવો થતો જ નથી, સ્વધર્મની જે વાત ક્રષ્ણ ભગવાનની છે,, એ તમારા પોતાના સ્વ ને એટલે કે તમારા મૂળ સ્વભાવને તમાંરા આત્મિક સત્યને જાણો , સ્વભાવ અનુસાર જીવો અને સ્વભાવમાં જીવી મૃત્યુ ભેટો એજ શ્રેયસ્કર છે, એમ સ્પષ્ટ કહેવું છે,
આજના કહેવાતા બાહ્ય ધર્મ અથવા બાહ્યાચારો એતો ખતરનાક છે, તે તો ભય ભ્રમ અને ભ્રમજાળમા જ સ્થિર કરે છે ,તેના દ્વારા કોઈ સ્વમા કદી સ્થિર થતાં જ નથી, તેતો બહાર દોડાવી દોડાવી થકવી નાખે છે, ને અંતે મૃત્યુ ભેટે છે ત્યારે મન અને ચિત્ત વાસનાઓથી ભરેલા હોય છે,
આમ માણસના મનમાંથી વાસનાઓ તિરોહિત થયેલ હોતી નથી, જેથી બીજો જન્મ આવી પડે છે, કોઈપણ પ્રકારની વાસના ચિત્તમાં રહી ગઈ તેનું ફળ હજી મળેલ નથી, ફળ મળવું બાકી છે, ત્યાં સુધી વાસના વિલીન થતી જ નથી, જીવિત જ રહે છે , આ વાસનાને પૂર્ણ કરવા ફળની પ્રાપ્તિ માટે જ બીજો જન્મ આવી જ પડે છે,
જ્યારે આપણી વાસના તિરોહિત થતી જ નથી, જેથી જન્મ મરણનું ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે,, જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે, તેમણે મૃત્યુથી પાર થવાનું નથી, પણ જન્મથી પાર થવાનું છે આમ જન્મથી પાર થવા માટે વાસના અહંકાર ઈચ્છા રહીત થવું જ જોઈએ,
આ વાસના ઈચ્છા અપેક્ષા તૃષ્ણા વગેરેથી ટોટલી મુક્ત થવું જ પડે તો જ જન્મથી મુક્તિ મળે છે, આમાટે જ બહાર પ્રામાણિક આત્મિક સત્યના આધારે મહેનતનુ કાર્ય અને અંદર ચિત્તને નિર્મળ રાખવાની સાદી ને સરળ આધ્યાત્મિક સાધના કરવી જોઈએ, આ સરળ માર્ગ છોડી વાંકો માર્ગ ન જ લ્યો, આ વાંકો માર્ગ એટલે જ બાહ્યા ચારો કર્મ કાંડ અને કર્મ ક્રિયાઓ વગેરે
આપણાં પોતાના મનને જાણો એટલે જ પોતાનું સાચું સ્વરૂપ સમજાશે , સ્વને ઓળખવો , સ્વધર્મને ઓળખવો અને અનુભવવો આવા ને મૃત્યુ મળે તો તે અમૃત જેવુ હશે,
જોકે સુર્ય કદાચ દક્ષિણમાં ઊગવા માંડે તે શક્ય છે, પણ બાહ્ય ચારો દ્વારા અમૃત મળી જાય તેતો ,શક્ય જ નથી,
આજે તો આવા અજ્ઞાનીઓ વેશ બદલી લોકોના ગુરુ બની ને પાછા ધેર ધેર મંત્ર દીક્ષા આપતા ફરે છે ,માયાને વશ બની પદાર્થના પકડ ધારી બની ફુલાવા અને પોતાના અહંકારને મજબૂત કરવા સિવાય આમાં બીજું શું છે ?
આવા તમામ પ્રકારના ગુરુઓ સહિત શિષ્યોને મુડે છે અને અંતકાળે તેમણે ભાગે પસ્તાવાનું આવે છે, મારા ભાઈ બહેનો જાગો અને સ્વને જાણીને સ્વમાં સ્થિર થાવ એજ પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ કરવાનો માર્ગ છે અને મુક્તિનો સત્ય માર્ગ છે.
તત્વચિંતક વી પટેલ
Check out #1 platform for shradhanli online and obituary online – “www.swargbook.com”